Anand: પ્રધાનમંત્રી જનવિકાસ કાર્યક્રમ અંતર્ગત ચાલતા કામો ઝડપથી પૂર્ણ કરવા જિલ્લા કલેકટરે તાકીદ કરી

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ સમીક્ષા બેઠકમાં વિવિધ કચેરીઓ દ્વારા લઘુમતી જાતિઓ માટે યોજનાવાર કરવામાં આવેલ ખર્ચની સમીક્ષા અને લાભાર્થીઓને આપવામાં આવેલ લાભ વિશેની વિગતવાર ચર્ચા કરી હતી

Anand: પ્રધાનમંત્રી જનવિકાસ કાર્યક્રમ અંતર્ગત ચાલતા કામો ઝડપથી પૂર્ણ કરવા જિલ્લા કલેકટરે તાકીદ કરી
આણંદ જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Feb 08, 2022 | 6:36 PM

આણંદ  (Anand) જિલ્લા કલેકટર (Collector) મનોજ દક્ષિણીએ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા લઘુમતીના વિકાસ માટે કાર્યરત પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમની સમીક્ષા કરતાં જે કામો ચાલી રહ્યા છે તે કામો ઝડપથી પૂર્ણ થાય તે જોવાનો સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ સમીક્ષા બેઠકમાં વિવિધ કચેરીઓ દ્વારા લઘુમતી જાતિઓ માટે યોજનાવાર કરવામાં આવેલ ખર્ચની સમીક્ષા અને લાભાર્થીઓને આપવામાં આવેલ લાભ વિશેની વિગતવાર ચર્ચા કરી હતી.

દક્ષિણીએ લઘુમતી સમાજના લોકોને રાજય સરકારની વિવિધ યોજનાઓનો લાભ વધુમાં વધુ કેવી રીતે પ્રાપ્ત થાય તે વિશે ચર્ચા કરી યોગ્ય આયોજન હાથ ધરવા સુચવ્યું હતું. બેઠકમાં આ ઉપરાંત SEBC, EBC, NTDNT, MINORITY જાતિની વિભાગ દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાંટની સામે થયેલ ખર્ચની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

કલેકટર દક્ષિણીએ બેઠક દરમિયાન લઘુમતીના વિસ્તારોમાં માળખાકીય સુવિધા, આરોગ્ય, કૌશલ્યવર્ધન, રોજગાર અને શિક્ષણ જેવા અગત્યના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂકયો હતો.

બેઠકમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ. એન. પટેલએ કરવામાં આવેલ કામગીરીની વિગતો આપી હતી જેમાં જાન્યુઆરીના અંત સુધીમાં ફાળવવામાં આવેલ રૂ. 3543.95 લાખની ગ્રાંટ સામે રૂ. 3424.39 લાખનો એટલે કે 96.63 ટકા ખર્ચ કરવામાં આવ્યો છે, જયારે 3,33,070 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હોવાનું જણાવી આગામી માર્ચ-2022 સુધીમાં આ જાતિઓ પાછળ કુલ રૂ. 44 કરોડનો ખર્ચ કરવાનું લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યું હોવાનું ઉમેર્યું હતું.

બેઠકમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા લઘુમતીના વિકાસ માટે કાર્યરત પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં બોરસદ નગરપાલિકાની સભા મંડળ (ભવન), પાંચ અર્બન હેલ્થ સેન્ટર તથા આણંદ મુકામે કોમન સર્વિસ સેન્ટર માટે ફાળવેલ કુલ રૂ. 376 લાખના કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ જો સુરતમાં 30 બોમ્બ ફુટ્યા હોત તો સૌથી વધુ જાનહાનિ થઈ હોત

આ પણ વાંચોઃ Rajkot: લેટર બોમ્બના ત્રણ દિવસ બાદ સીપી મનોજ અગ્રવાલ મીડિયા સમક્ષ આવ્યા, કહ્યું આક્ષેપો અંગે તપાસ ચાલુ છે

Latest News Updates

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
g clip-path="url(#clip0_868_265)">