કોંગ્રેસ ધારાસભ્યના જમાઈએ અકસ્માત સર્જીને છ નો ભોગ લીધો,નશામાં ધૂત જમાઈનો VIDEO સામે આવ્યો

આ અકસ્માતમાં (ACCIDNET) ઘટનાસ્થળે જ 4 લોકોના મોત થયા હતા જ્યારે અન્ય બે વ્યક્તિએ હોસ્પિટલ જતી વખતે અંતિમ શ્વાસ લીધા હતા.

કોંગ્રેસ ધારાસભ્યના જમાઈએ અકસ્માત સર્જીને છ નો ભોગ લીધો,નશામાં ધૂત જમાઈનો VIDEO સામે આવ્યો
Accident
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Aug 12, 2022 | 10:49 AM

આણંદના (ANAND) સોજીત્રાના ડાલી ગામ પાસે સોજીત્રાના કોંગ્રેસના ધારાસભ્ય પૂનમ પરમારના (MLA Poonam Parmar)જમાઈએ અકસ્માત સર્જ્યો.જેમાં કુલ 6 લોકોના મોત થયા છે. કોંગ્રેસના ધારાસભ્યનો જમાઈ કેતન પઢિયાર (ketan Padhiyar)  દારૂ પીને કાર ચલાવતો હોવાનો આરોપ છે.જેણે રિક્ષા અને બાઈકને ટક્કર (Accident) મારી હતી. અકસ્માતમાં ઘટનાસ્થળે જ 4 લોકોના મોત થયા હતા જ્યારે અન્ય બે વ્યક્તિએ હોસ્પિટલ લઈ જતી વખતે અંતિમ શ્વાસ લીધા હતા.

લથડિયા ખાતા જોવા મળ્યા કોંગ્રેસ ધારાસભ્યના જમાઈ

અકસ્માતના ઘટનાસ્થળના કેટલાક વીડિયો ( video) પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, ધારાસભ્યનો જમાઈ લથડિયા ખાતો જોવા મળી રહ્યો છે. તે લથડિયા ખાતી હાલતમાં જ મૃત પડેલી એક મહિલાને જગાડવાનો પણ પ્રયાસ કરી રહ્યો છે.વીડિયોમાં જોઈ રિક્ષાની હાલત જોઈને પણ અકસ્માતની ગંભીરતાનો અંદાજો લગાવી શકાય છે.મહત્વનું છે કે, અકસ્માત સમયે રિક્ષામાં ડ્રાઈવર સહિત ચાર લોકો સવાર હતા. જ્યારે બાઈકમાં 2 લોકો સવાર હતા.મળતી માહિતી અનુસાર કાર ચાલકની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો છે. કોંગ્રસ MLA ના જમાઈ સામેકલમ 304 અનુસાર માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જાણો અકસ્માત અંગે સોજીત્રાના ધારાસભ્યએ શું કહ્યું

આ ઘટના અંગે સોજીત્રાના ધારાસભ્ય પુનમ પરમારે કહ્યું કે અકસ્માતને રાજકીય રંગ અપાઈ રહ્યો છે.મારા જમાઈ દારૂ પીતા જ નથી.દારૂની વાત ઉપજાવી કાઢવામાં આવી છે.મારી ધારાસભ્ય તરીકેની પ્લેટ તેમની કારમાં કેવી રીતે આવી તે એક તપાસનો વિષય છે.સાથે જ કહ્યું કે ગુનેગારને કડકમાં કડક સજા થવી જોઈએ.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati