હવે કપડાના ભાવમાં પણ વધારો થશે, ટેક્સટાઇલ્સ ઉદ્યોગ માટે GST દરમાં વધારો

નાના વેપારીએ 12 નહિ પણ 13.2 ટકા GST ચૂકવવો પડશે. તો આ બાજૂ ટેક્સટાઈલ ઉદ્યોગ પર GST વધવાની જાણ હોવાથી મોટા વેપારીએ સ્ટોક કરી રાખ્યો છે. અને અન્ય નાના વેપારીઓ કપડાં પર 12 ટકા GST લાદવાના નિર્ણય સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Nov 24, 2021 | 12:34 PM

હવે નવા કપડા પહેરવા થશે મોંઘા. જીહા, કોમર્સ મંત્રાલયે ટેક્સટાઈલ ઉદ્યોગ માટે જીએસટીના દર 5થી વધારીને 12 ટકા કરવાનો નિર્ણય લીધો છે, તૈયાર કપડા પર એક સાથે વધુ 7 ટકા GST વધવાથી સરકારને વધુ 40,000 કરોડ ટેક્સની આવક થશે. પરંતુ બીજી તરફ ગરીબોએ નવા કપડાં ખરીદવા 10 ટકા વધુ ચુકવવા પડશે.

તો નાના વેપારીએ 12 નહિ પણ 13.2 ટકા GST ચૂકવવો પડશે. તો આ બાજૂ ટેક્સટાઈલ ઉદ્યોગ પર GST વધવાની જાણ હોવાથી મોટા વેપારીએ સ્ટોક કરી રાખ્યો છે. અને અન્ય નાના વેપારીઓ કપડાં પર 12 ટકા GST લાદવાના નિર્ણય સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. અને ટેક્સટાઈલ વેપારી અને મેન્યુફેક્ચર્સ સરકાર સામે વિરોધ કરવાના મુડમાં દેખાઈ રહ્યા છે. ખાસ કરીને સુરત શહેરના 25 વિવિંગ સંગઠનો આ મામલે વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકારના કોમર્સ મંત્રાલયને GST દરમાં વધારો ન કરવા રજૂઆત પણ કરશે. અને જો સરકાર દ્વારા જીએસટી દર પૂર્વવત નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ વિવિંગ સંગઠનો દ્વારા ઉચ્ચારી છે.

નોંધનીય છેકે મોંઘવારીનો માર દરેક સામાન્ય લોકોને અસર કરી રહ્યો છે. ત્યારે હવે કપડાના ભાવમાં વધારો થશે. જેને કારણે સામાન્ય લોકોના બજેટમાં ભાર વધશે. જોકે, ટેક્સટાઇલ્સ ઉદ્યોગમાં જીએસટી દરમાં વધારાને લઇને ઉદ્યોગકારોમાં નારાજગી ચોક્કસ છે. પરંતુ, આ નિર્ણયથી ઉદ્યોગકારો અને સામાન્ય જનતાને કેવી અસર પહોંચે છે તે જોવું રહ્યું.

 

આ પણ વાંચો : સુરત : ભાજપના સ્નેહ મિલનના કાર્યક્રમને લઈ પોલીસની અપીલથી વિવાદ, વાહનચાલકોને ભોગવવી પડશે અગવડ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati