અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે AMTSની બસ ખાડામાં ખાબકી,ચાર મુસાફરોને ઈજા પહોચી અન્ય મુસાફરોને બચાવી લેવામાં આવ્યા

અમદાવાદનું તંત્ર ખરેખર ખાડે ગયું છે તે વાત આજે વધુ એકવખત પુરવાર થઈ છે. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે AMTSની બસ ખાડામાં ખાબકતા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. બસમાં સવાર મોટાભાગના મુસાફરોનો આબાદ બચાવ થયો છે જેમાં ચાર મુસાફરોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. બસ ખાડામાં ખાબકવા અંગે જ્યારે ડ્રાઈવરને પૂછવામાં […]

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે AMTSની બસ ખાડામાં ખાબકી,ચાર મુસાફરોને ઈજા પહોચી અન્ય મુસાફરોને બચાવી લેવામાં આવ્યા
http://tv9gujarati.in/amdaavad-na-vasi…havi-levaa-aavya/
Pinak Shukla

| Edited By: Bipin Prajapati

Sep 19, 2020 | 5:26 PM

અમદાવાદનું તંત્ર ખરેખર ખાડે ગયું છે તે વાત આજે વધુ એકવખત પુરવાર થઈ છે. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે AMTSની બસ ખાડામાં ખાબકતા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. બસમાં સવાર મોટાભાગના મુસાફરોનો આબાદ બચાવ થયો છે જેમાં ચાર મુસાફરોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે.

બસ ખાડામાં ખાબકવા અંગે જ્યારે ડ્રાઈવરને પૂછવામાં આવ્યું તો તેણે પહેલા એવો દાવો કર્યો હતો કે બ્રેક ન વાગી હોવાથી બસ ખાડામાં ખાબકી પરંતુ જ્યારે બસને બહાર કાઢવામાં આવીને બ્રેક ચેક કરવામાં આવી ત્યારે તો બ્રેક વાગતી જ હતી જેથી ડ્રાઈવરે કરેલો લૂલો બચાવ પણ ખાડે ગયો છે. બસ પાણી ભરેલા ખાડામાં ઉતરી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટનાને લઈ ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

501 નંબરની આ બસ ઉજાલા સર્કલથી વૈષ્ણોદેવી રૂટની હતી. બસમાં સવાર જે મુસાફરોને ઈજા પહોંચી છે તેમનું કહેવું છે કે બસ ખૂબજ સ્પીડમાં હતી અને ડ્રાઈવરની ભૂલના કારણે જ ખાડામાં ખાબકી હતી.ખાડામાં ખાબકેલી બસને કેવી રીતે બહાર કાઢવી તે પણ મોટો પ્રશ્ન હતો. જેને પગલે તાત્કાલીક જેસીબીની ટીમ બોલાવવામાં આવી હતી અને મહા મહેનતે બસને બહાર કાઢવામાં આવી હતી. ઘટનાને લઈ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati