સાવરકુંડલાના કલ્યાણપરા ગામમાં 11 બળદગાડા સાથે વરરાજા નીકળ્યા પરણવા, મતદાન કરવા માટે લોકોને કર્યા જાગૃત

Gujarat Election 2022: અમરેલીના સાવરકુંડલાના કલ્યાણપરા ગામમાં જૂની પરંપરા સાથે વરરાજા જાન લઈ પરણવા ગયા. 11 બળદ ગાડા અને ટ્રેક્ટરમાં જાન લઈ જવામાં આવી જેમા લગ્નોત્સવ દરમિયાન પણ તેમણે મતદાન જાગૃતિના પોસ્ટર લગાવી મતદાન કરવા માટેનો સંદેશ આપ્યો.

સાવરકુંડલાના કલ્યાણપરા ગામમાં 11 બળદગાડા સાથે વરરાજા નીકળ્યા પરણવા, મતદાન કરવા માટે લોકોને કર્યા જાગૃત
બળદગાડામાં નીકળી જાન, મતદાન કરવાની પણ કરાઈ અપીલ
TV9 GUJARATI

| Edited By: Mina Pandya

Nov 25, 2022 | 11:02 PM

અમરેલીના સાવરકુંડલાના કલ્યાપણપરા ગામમાં જુની પરંપરા સાથે બળદગાડા સાથે જાન નીકળી હતી. લોકો લક્ઝુરિયસ કારમાં વરરાજાને બેસાડી પરણવા જતા હોય છે. ક્યાંક ડી.જે.બેન્ટ જેવા સાધનોથી રમઝટ બોલાવતા હોય છે. હાલના સમય પ્રમાણે અનેક સુવિધાઓ મારફતે લગ્નોત્સવની ઉજવણી કરાતી હોય છે. જો કે અમરેલીના કલ્યાણપુર ગામના વરરાજાએ જૂની પરંપરા મુજબ લગ્નોત્સવ કરી વટ પાડ્યો હતો આ જાનને જોવા લોકો ઉમટી પડ્યા હતા.

સાવરકુંડલા તાલુકાના કલ્યાણપરા ગામથી 11 બળદગાડા અને ટ્રેક્ટરમાં જાન લીખાળા ગામ પહોંચી હતી. આ દરમિયાન દરેક ગાડામાં મતદાન જાગૃતિ માટેની અપીલ કરતા પોસ્ટર લગાવી લોકોને મતદાન કરવાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે.

બળદગાડામાં આવેલી જાન બની આકર્ષણનું કેન્દ્ર

લીખાળામાં આવેલી જાજરમાન જાનને કારણે સમગ્ર વિસ્તારમાં તે આકર્ષણનું કેન્દ્ર બની હતી. સાવરકુંડલાના કલ્યાણપરા ગામથી લીખાળા ગામનુ અંતર 5 કિલોમીટરનું છે ત્યારે સૌરાષ્ટ્રમાં જૂની પરંપરા અને કાઠિયાવાડી પરંપરાને પરિવારે જાળવી રાખી છે. કલ્યાણપરાના વરરાજા પારસભાઈ અરવિંદભાઈ સભાયા અને લીખાળા ગામના રહેવાસી ગોપીબેન જીતુભાઈ વસોયા સાથે લગ્ન યોજાયા હતા. આ લગ્નોત્સવમાં દેશી પોષાક સાથે બળદગાડાએ સમગ્ર વિસ્તારમાં આકર્ષણ જમાવ્યુ હતુ.

ચૂંટણી સમયે મતદાનની જાગૃતિ લાવવાનો પ્રયાસ

વરરાજા એ બળદગાડા ઉપર મતદાન અવશ્ય કરવા માટેના પોસ્ટર લગાવી લોકો વધુને વધુ મતદાન કરે તે માટે જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ હાથ ધર્યો અને જાગૃતિ માટે પોસ્ટર લગાવી મતદાન અવશ્ય કરવા માટેનો એક સંદેશો પણ લગ્ન મારફતે લોકો સુધી પોહચડયો હતો

સૌરાષ્ટ્રમાં હજુ પણ જૂની પરંપરાગત રીતે લગ્નોત્સવની ઉજવણી

સૌરાષ્ટ્રમાં દર વર્ષે જૂની પરંપરા મુજબ બળદ ગાડાઓમાં લગ્નોત્સવ યોજાય છે અને ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારના લગ્નોત્સવને લોકો વધુ આવકારી રહ્યા છે જ્યારે મહાનગરોમાં લકઝરીસ કારો અને ડી.જેના તાલે હોટલોમાં લગ્નોત્સવ ઉજવાય છે પરંતુ આજે પણ સૌરાષ્ટ્રના ગામડાઓમાં જૂની પરંપરા જાળવી રાખી છે

ઈનપુટ ક્રેડિટ- જયદેવ કાઠી- અમરેલી

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati