રાજ્યમાં શિયાળાએ જમાવટ કરી છે અને ઠંડા પવનો ફૂંકાતા ગુજરાતવાસીઓ આકરી ઠંડીમાં ઠૂંઠવાયા હતા. જોકે હવામાન વિભાગે લોકોને રાહત આપે તેવી આગાહી કરી છે કે વેર્સ્ટન ડિસ્ટર્બન્સ વધતા આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ ઘટશે. તેમજ લઘુતમ તાપમાનમાં વધારો થતા ઠંડી ઓછી લાગશે. આગામી સમયમાં ઠંડીનું જોર ઘટશે. હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે 24 કલાક બાદ તાપમાન ઉંચકાશે જેને કારણે હાડ ધૂ્જાવતી ઠંડીમાંથી થોડી રાહત મળશે, આજે રાત્રે મોટા ભાગના શહેરોના તાપમાનનો પારો સપ્રમાણ રહેશે. જેને લીધે માકફસરની ઠંડી અનુભવાશે.
અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 13 ડિગ્રી રહેશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 13 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અનુભવાશે.
દાહોદમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 19 ડિગ્રી થશે.
સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 13 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે. જયારે પંચમહાલનું મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેશે. તો પાટણનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેવાનું અનુમાન છે.
તો સાબરકાંઠા જિલ્લામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 જેટલું રહેશે. તો સુરતમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે. તો સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. જ્યારે તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. તો વડોદરા મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી તથા વલસાડમાં લઘુત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે.