Amreli: પુલ પર ફસાયેલી સ્કૂલબસમાંથી માંડ માંડ નીકળ્યા વિદ્યાર્થીઓ, વારંવાર સમારકામની રજૂઆત છતાં પરિણામ શૂન્ય 

તંત્ર દ્વારા ફુલઝર  (phulzar village) ગામથી બળેલ પીપળીયા સુધી અનેક નાના-મોટા પુલ બનાવવામાં આવ્યા છે, પરંતુ પુલના નબળી ગુણવત્તાના બાંધકામથી અવારનવાર ભારે વાહનો પુલ પર ફસાઇ જાય છે. ત્યારે સ્થાનિકો પણ પુલનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.

Amreli: પુલ પર ફસાયેલી સ્કૂલબસમાંથી માંડ માંડ નીકળ્યા વિદ્યાર્થીઓ, વારંવાર સમારકામની રજૂઆત છતાં પરિણામ શૂન્ય 
Amreli: Students barely got out of the schoolbus stuck on the bridge
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 8:58 PM

અમરેલી (Amreli) જિલ્લાના બાબરા-ગોંડલ હાઈવે પર આવેલા ફુલઝર ગામમાં કપચી પાથરેલા પુલ પર સ્કૂલ બસ (School bus) ફસાઈ જતા વિદ્યાર્થીઓએ બૂમરાણ મચાવી હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો પુલ પાસે એકઠા થઈ ગયા હતા અને મહામુસીબતે વિદ્યાર્થીઓને બસની બહાર કાઢ્યા હતા. આ સાથે જ ત્યાંથી પસાર થતી એક ટ્રક પણ પુલ (Bridge) ની કપચીમાં ફસાઈ ગઈ હતી.

જેસીબીની (JCB) મદદથી ટ્રકને બહાર કાઢવામાં આવી હતી. તંત્ર દ્વારા ફુલઝર  (phulzar village) ગામથી બળેલ પીપળીયા સુધી અનેક નાના-મોટા પુલ બનાવવામાં આવ્યા છે, પરંતુ પુલ નબળી ગુણવત્તાના બાંધકામથી અવારનવાર ભારે વાહનો પુલ પર ફસાઈ જાય છે. ત્યારે સ્થાનિકો પણ પુલનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.

તાત્કાલિક સારો રસ્તો બનાવવાની માંગણી

The vehicle drivers are also demanding that a good road should be made immediately by the system

The vehicle drivers are also demanding that a good road should be made immediately by the system

આ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે નબળા બાંધકામને કારણે વારંવાર વાહનો ફસાઈ જાય છે અને મોટી દુર્ઘટના સર્જાવાનો ભય રહે છે, પરંતુ તંત્રના બહેરા કાને આ રજૂઆતો પડતી નથી. નોંધનીય છે કે આ ઘટનામાં  વિદ્યાર્થીઓ ડરી ગયા હતા અને સ્થાનિકોએ ભેગા થઈને તેમને બહાર કાઢ્યા હતા. ત્યારે જો કોઈ મોટી  દુર્ઘટના બને તો જવાબદારી કોણ લેશે. વળી વરસાદી વાતાવરણમાં રસ્તા અને પૂલ ધોવાતા હોવાથી સ્થાનિકો અવર જવર માટે પણ ચિંતાતુર બન્યા છે.  તંત્ર દ્વારા તાત્કાલિક સારો રસ્તો બનાવવામાં આવે  તેવી વાહન ચાલકોની પણ માંગણી છે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

અમરેલીના રાજુલામાં ભારે વરસાદ

તો અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા  ત્રણથી  ચાર દિવસથી  વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી શહેરમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે  ધારી, ચલાલા, સાવરકુંડલા , બાબરામાં  ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ગામમાં  પાણી વહી નીકળ્યા હતા. આજે પણ અમરેલીના ગ્રામ્ય વિસ્તારો તેમજ ધારી (Dhari) માં વરસાદ પડ્યો હતો. ધારીના રાજુલા પંથક તેમજ શહેરમાં અને હિંડોરણા, છતડીયા આસપાસના ગામડાના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. આજે કુંકાવાવમાં સતત બફારા બાદ વરસાદ વરસતા લોકોએ રાહત અનુભવી હતી. છેલ્લા કેટલાય સમયથી અમરેલીમાં સતત વરસાદ બાદ ઉઘાડ નીકળ્યો હતો.જોકે ઉઘાડ બાદ લોકો ભેજ અને બફારાથી ત્રસ્ત થઈ ગયા હતા. ત્યારે ફરી પાછા નાના મોટા વરસાદી ઝાપટા આવી જતા વાદળછાયા વાતાવરણને પગલે થોડી ઠંડક વ્યાપી હતી અને કુંકાવાવની શેરીઓમાં વરસાદી પાણી વહી ઉઠ્યા હતા.

વિન ઇનપુટ : રાજુ બસિયા, અમરેલી

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">