Gujarati News » Gujarat » Amreli » Amreli province officials visited the site after excavating a 3 storey ancient Vav and Shiva temple at Devlia in Amreli
Amreli News: અહો આશ્ચર્યમ્! જૂની વાવમાં દટાયેલું હતું રહસ્ય, ખોદકામ કરતાં મળી આ વસ્તુઓ, બનશે પર્યટન માટેનું સ્થળ
અમરેલીના (Amreli News) દેવળીયામાં ખોદકામ કરતાં 3 માળની પ્રાચીન વાવ અને શિવમંદિર મળી આવતા અમરેલીના પ્રાંત અધિકારીઓએ સ્થળ પર મુલાકાત લીધી હતી. લોકો માટે વાવનો જીર્ણોદ્ધાર અને મંદિરમાં (Shiv Temple)મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે.
અમરેલીના દેવળીયામાં જૂની બંધ કરી દેવાયેલી વાવનું ખોદકામ કરતાં 3 માળની પ્રાચીન વાવ અને શિવમંદિર મળી આવ્યું છે.
1 / 9
દેવળીયાના સરપંચ ભાવનાબેન સુખડીયાએ જણાવ્યું કે, વાવ દાટી દેવામાં આવી છે તેની તો ખબર હતી પણ ક્યારે દાટી તે ખબર ન હતી. ગામના 100 વર્ષના વૃદ્ધ કે વડવાઓને પણ ખબર નથી.
2 / 9
વાવમાં શિવમંદિર હતું તેમાંથી મૂર્તિ બહાર કાઢીને પુજા થતી હતી. બ્રાહ્મણે સરપંચને રજૂઆત કરતાં સ્થળનું ખોદકામ કરવાનું નક્કી થયું હતું.
3 / 9
ખોદકામ શરૂ કરાતાં બુરી દેવામાં આવેલા આ સ્થળમાંથી 3 માળની કલાત્મક વાવ અને શિવમંદિર મળી આવ્યું છે.
4 / 9
3 માળની આ વાવામાં ઉપરનો 1 માળ નષ્ટ થઈ ગયો છે તેમજ તેનાં 2 માળ હજુ સુધી હયાત જ છે. વાવ જમીનમાં 48 ફૂટ ઊંડે સુધી 10 ફૂટની પહોળાઈ અને 13 ફૂટ ઉંચાઈનો એક માળનું એ પ્રમાણેનું બાંધકામ ધરાવે છે.
5 / 9
અમુક લોકોનું એવું માનવું છે કે મુગલ શાસનકાળમાં તેમના ત્રાસના કારણે હિંદુ મંદિરો બંધ કરાવવામાં આવ્યા હતા. તે સમયે આ વાવ અને મંદિર બંધ કરવામાં આવ્યા હોવાનું લોકોનું માનવું છે.
6 / 9
ગ્રામ પંચાયત દ્વારા અમરેલી કલેક્ટરને જાણ કરતાં અમરેલીના પ્રાંત અધિકારીઓએ સ્થળ પર મુલાકાત લીધી હતી તેમજ આ અહેવાલ રાજ્યના પુરાત્તત્વ વિભાગને મોકલવામાં આવશે.
7 / 9
લોકો આ સ્થળ (વાવ) જોવા આવી શકે તે માટે તેનો જીર્ણોદ્ધાર કરાશે તેમજ મંદિરમાં ધામધૂમથી મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવશે.
8 / 9
વાવની અંદર લાઈટીંગ કરવામાં આવશે. આ વાવ માટે લગભગ 10 લાખ જેટલા ખર્ચનો અંદાજ છે તેમજ પર્યટન માટેનું સ્થળ બનાવવામાં આવશે.