અમરેલીના ધારી નજીક રેલ્વે ટ્રેક પર બે સિંહ જોવા મળ્યા, વિડીયો વાયરલ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Chandrakant Kanoja

Updated on: Nov 15, 2021 | 7:35 PM

જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર નજીક રેલવે બ્રિજ પર વહેલી સવારના રેલવે ટ્રેક પર સિંહોની પ્રથમ વખત લટારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

ગુજરાતમાં(Gujarat)અમરેલીના(Amreli)ધારી નજીક રેલ્વે ટ્રેક(Railway Track)પર સિંહો(Lion)જોવા મળ્યા છે. જેમાં જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર નજીક રેલવે બ્રિજ પર વહેલી સવારના રેલવે ટ્રેક પર સિંહોની પ્રથમ વખત લટારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જો કે સિંહો રેલવે બ્રિજ પર ચડી આવતા સિંહોની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. જેમાં અવાર-નવાર રેલવે ટ્રેક પર કચડાઈ જવાથી સિંહોના મોતના બનાવો બની ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત  ગત સપ્તાહે ગુજરાતમાં (Gujarat) અમરેલીના(Amreli) ધારીના સફારી પાર્કમાં(Safari Park) પ્રવાસીઓ ઉમટી પડ્યા  હતા. જેમાં સફારી પાર્કમાં એક સિંહ પરિવાર પણ છે. આ પ્રવાસીઓ સિંહ દર્શન કરવા જાય ત્યારે સિંહ (Lion) ઝાડ પર ચડી ગયાનો વીડિયો વાઇરલ(Video Viral) થયો હતો.

સિંહ દર્શન કરતા પ્રવાસીઓ ગેલમાં આવી ગયા હતા. લોકો દિવાળીની રજામાં રાજયના અલગ અલગ વિસ્તારોમાં વેકેશન માણી રહ્યા હતા ત્યારનો આ વિડીયો હતો.

જેમાં લોકો અમરેલી અને સાસણ ગીરના સિંહ દર્શન માટે ઉમટી રહ્યા છે.આ ઉપરાંત થોડા દિવસ પૂર્વે અમરેલીના રાજુલાની કોવાયા નજીકની સિંહ પરિવારે ધામા નાંખ્યા હતા. જેમાં સિંહ, સિંહણ અને સિંહબાળ સહિત 8 સિંહ એકસાથે કેમેરામાં કેદ થયા હતા. તેમજ દરિયાકાંઠે આવેલા ચાચુડા મહાદેવના માર્ગ પર એકસાથે 8 સિંહ જોવા મળ્યાં હતા.

આ પણ વાંચો :  અમદાવાદમાં નોન વેજ અને ઈંડાની લારી દૂર કરવાના નિર્ણયને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વખોડ્યો

આ પણ વાંચો : ગ્રામયાત્રા : 10,605 ગામડાઓમાં ગ્રામયાત્રા દરમિયાન 1577 કરોડના કામોના ખાતમૂહર્ત, લોકાર્પણ અને સહાય વિતરણ થશે

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati