Amreli: ગુડ્સ ટ્રેનની અડફેટે આવી જતા સિંહનું મોત, અગાઉ આ જ ટ્રેક પર બે સિંહ બાળનો લેવાયો હતો ભોગ

ગુડ્સ ટ્રેનની ઈમરજન્સી બ્રેક લગાવવા છતાં પણ નર સિંહને ટ્રેનની ટક્કરથી બચાવી શકાયો ન હતો

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 8:21 AM

Amreli: સાવરકુંડલા નજીક આવેલ ખડકાળા ગામના રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેનની અડફેટે આવી જતા સિંહનું મોત નીપજયું છે.  ખડકાણા 52 નંબરના રેલવે ફાટકની નજીક ખારી નદીના પુલ પાસે પાંચ વર્ષનો સિંહ ટ્રેન અડફેટે આવતા મોતને ભેટયો હતો.  ડબલ ડેકર ગુડ્સ ટ્રેનમાં સિંહ અડફેટે આવતા વનવિભાગ (Gujarat Forest Department) ના અધિકારીઓ ઘટના સ્થળે પહોચી ગયા હતા.

સિંહના કપાયેલા કેટલાક અંગોને એકઠા કરી સિંહના મૃતદેહને વન વિભાગના કર્મચારીઓએ ટ્રેક પરથી હટાવી ધારી ખાતે લઇ જવાયો હતો. રાત્રિના બનેલી ઘટના તમામ કાર્યવાહી પૂર્ણ થતા લગભગ રાત્રીના બે વાગ્યા બાદ ગુડ ટ્રેનને રવાના કરાઈ હતી.

ગુડ્સ ટ્રેનની ઈમરજન્સી બ્રેક લગાવવા છતાં પણ નર સિંહને ટ્રેનની ઠોકરથી બચાવી શકાયો ન હતો. આપને જણાવી દઈએ અગાઉ પણ આ જ ટ્રેક પર ટ્રેનની અડફેટે આવી જતાં બે સિંહ બાળ મોતને ભેટી ચૂક્યા છે.

આ પણ વાંચો: ગુજરાત પર ધનવર્ષા! આર્સેલર મિત્તલ ગ્રુપ રાજ્યમાં 1 લાખ કરોડનું રોકાણ કરશે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શક્ય તમામ મદદ માટે આપ્યો વિશ્વાસ

આ પણ વાંચો: Side Effects of Chilly: આ પાંચ લોકોએ ભૂલથી પણ ના કરવું જોઈએ મરચાનું સેવન, થઈ શકે છે ભારે સમસ્યા

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">