Amreli: માતા સાથે ગેલ કરી રહ્યા છે સિંહબાળ, રસ્તા પર રમતા ક્યૂટ સિંહબાળનો જુઓ મજેદાર વીડિયો

સિંહણ  (Lioness) તેનાં બચ્ચાં સાથે ગેલ કરી રહી છે . આ દ્રશ્યો ખરેખર મનને પ્રફૂલ્લિત કરી જાય  તેવા છે રાતના અંધકારમાં જેણે આ વીડિયો લીધો છે  તે ગાડી ચાલકની  ફ્લેશ લાઇટના અજવાળામાં આ સિંહબાળ અને માતા જોવા મળી રહ્યા છે જોકે  લાઇટના અજવાળામાં પણ  માતા અને બચ્ચા નચિંત થઈને  મસ્તી કરી રહ્યા છે 

Amreli: માતા સાથે ગેલ કરી રહ્યા છે સિંહબાળ, રસ્તા પર રમતા ક્યૂટ સિંહબાળનો જુઓ મજેદાર વીડિયો
માતા સાથે રમતા સિંહબાળનો વાયરલ થયો વીડિયો (સાંકેતિક તસવીર)
TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

Nov 23, 2022 | 2:19 PM

અમરેલીના રાજુલામાં ફરી એકવાર સિંહબાળ મસ્તી કરતા જોવા મળ્યા છે. રામપરા ગામના રોડ પર સિંહબાળ સાથે સિંહણ લટાર મારતી દેખાઈ છે. આ  વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નાનકડા બે સિંહ બાળ રસ્તા પર માતાની આગળ આગળ દોડી રહ્યા છે અને વચ્ચે  વચ્ચે સિંહણ  તેનાં બચ્ચાં સાથે ગેલ કરી રહી છે . આ દ્રશ્યો ખરેખર મનને પ્રફૂલ્લિત કરી જાય  તેવા છે રાતના અંધકારમાં જેણે આ વીડિયો લીધો છે  તે ગાડી ચાલકની  ફ્લેશ લાઇટના અજવાળામાં આ સિંહબાળ અને માતા જોવા મળી રહ્યા છે જોકે  લાઇટના અજવાળામાં પણ  માતા અને બચ્ચા નચિંત થઈને  મસ્તી કરી રહ્યા છે  જોકે અહીં ચિંતા એ વાતની છે કે અવારનવાર આ રીતે સિંહ રસ્તામાંથી  પસાર થતા ક્યારેક અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે ત્યારે  વન વિભાગે વધારે સતર્ક રહેવું જરૂરી છે. બીજી તરફ પોરબંદરમાં પણ ઇન્દિરા નગર વિસ્તારમાં બિરલા પ્રાઇમરી સ્કૂલ સુધી સિંહ આવતા વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ  જોવા મળ્યો હતો. આ અંગેની માહિતી  વન વિભાગને આપવામાં આવી છે અને વન વિભાગ  સિંહને પાંજરે પૂરે તેવી શરૂઆત કરવામાં આવી છે.

 

ગીરના જંગલ તેમજ શહેરી વિસ્તારમાં વધ્યા છે સિંહના આટાંફેરા

ગીર વિસ્તારમાં અવાર નવાર સિંહ  પરિવાર તેમજ એકલા ફરતા વનરાજાનો વીડિયો વાયરલ  થતા હોય છે. ત્યારે ફરી એક વાર સિંહ બાળની ધમાલ મસ્તીનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં બાળ શાવક તેના પિતા સાથે ધમાલે ચઢ્યું હતું અને કૂદાકૂદ કરીને મસ્તી કરી રહ્યું હતું.  નોંધનીય છે કે ધારી, અમરેલી, ગીર જંગલ વિસ્તાર અને જૂનાગઢ ભવનાથ તળેટીના શહેરી વિસ્તારમાં  પણ સિંહ હવે આંટાફેરા કરી લેતા હોય છે. ગીર સોમનાથના વેરાવળમાં સિંહોના આટાફેરા વધી ગયા છે. નોંધનીય છે કે સપ્ટેમ્બર માસમાં  અમરેલી -ચલાલાના રેલ્વેટ્રેક ઉપર ટ્રેનની અડફેટે એક સિંહબાળનું  મોત થઈ ગયું હતું. આ ઘટનામાં અન્ય 3 સિંહનો બચાવ થયો હતો.

અમરેલી વિસ્તારમાં સિંહ માનવભક્ષી થયા હોવાની શંકાને પગલે  8 સિંહો પાંજરે પૂરાયા

નોંધનીય થે કે 3 દિવસ અગાઉ સાવરકુંડલાના ઘનશ્યામનગર વિસ્તારની આસપાસમાં તાજેતરમાં એવી ત્રણ ઘટના બની જેમાં સિંહોએ  ત્રણ બાળકો પર હુમલો કર્યો હતો.  સાવરકુંડલના ઘનશ્યામનગરની આસપાસ સિંહે એક બાદ એક ત્રણ બાળકોને ફાડી ખાદ્યા હતા. જેના પગલે વનવિભાગ સક્રિય થઈ ગયો હતો અને સાવરકુંડલાના ઘનશ્યામ નગરમાંથી વનવિભાગે 8 સિંહોને એકસાથે પાંજરે પુર્યા છે.  આઠ સાવજોને ટ્રાન્કવીલાઇઝ કરી પાંજરે પૂરવામા આવ્યા હતા. નોંધનીય છે કે સાવરકુંડલા રેંજના વિસ્તારમાં ઘનશ્યામનગર અને વાવડી ગામની સીમ વચ્ચે વધુ એક બાળકને ફાડી ખાધા હોવાની ઘટના સામે આવી છે. રફીક શંભુ મુનિયા ઉંમર વર્ષ સાત નામના બાળકને એક ખેડૂતની વાડીએ મજૂરી કામે ગયા તે દરમિયાન જાજરૂ કરવા ગયેલ બાળકને સિંહે પાછળના ભાગેથી પકડી લેતા રાડારાડ ને દેકારા થતા ખેત મજૂરી કરતા પરિવારજનો દોડી આવતા બાળકને મહા મુસીબતે નરભક્ષી સિંહણના પંજામાંથી છોડાવ્યો હતો

 

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati