Amreli: ચલાલા પાસે પેસેન્જર ટ્રેનની અડફેટે સિંહબાળનું થયું મોત, અન્ય 3 બાળ સિંહનો બચાવ

આ અકસ્માત બાદ જૂનાગઢથી અમરેલી જઈ રહેલી પેસેન્જર ટ્રેન દોઢ કલાક સુધી ત્યાં જ રોકવામાં આવી હતી. વન વિભાગ દ્વારા ટ્રેનના પાયલટ સહિત અન્ય કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. નોંધનીય છે કે ભૂતકાળમાં ટ્રેનની અડફેટે આવીને કે કૂવામાં ખાબકીને પડી જતા સિંહના મોત થયા હોવાની ઘટના બની છે.

Amreli: ચલાલા પાસે પેસેન્જર ટ્રેનની અડફેટે સિંહબાળનું થયું મોત, અન્ય 3 બાળ સિંહનો  બચાવ
માતા સાથે રમતા સિંહબાળનો વાયરલ થયો વીડિયો (સાંકેતિક તસવીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2022 | 7:54 AM

અમરેલી (Amreli), ગીર  (Gir forest ) અને ધારી જંગલ વિસ્તારમાં સિંહ ભ્રણ કરતા હોય છે ત્યારે કેટલાક વાર સિંહો (Lion) સાથે દુર્ઘટના સર્જાતી હોય છે આવી જ એક ઘટનામાં અમરેલી -ચલાલાના રેલ્વેટ્રેક ઉપર ટ્રેનની અડફેટે એક સિંહબાળનું  (Lion cub)મોત થઈ ગયું હતું. આ ઘટનામાં અન્ય 3 સિંહનો બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતા જ પાલીતાણા શેત્રુંજી ડીવીઝનના DCF જયન પટેલ સહિત વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ સિંહબાળ 6-7 મહિનાનું હતું.

આ અકસ્માત બાદ જૂનાગઢથી અમરેલી જઈ રહેલી પેસેન્જર ટ્રેન દોઢ કલાક સુધી ત્યાં જ રોકવામાં આવી હતી. વન વિભાગ દ્વારા ટ્રેનના પાયલટ સહિત અન્ય કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. નોંધનીય છે કે ભૂતકાળમાં ટ્રેનની અડફેટે આવીને કે કૂવામાં ખાબકીને પડી જતા સિંહના મોત થયા હોવાની ઘટના બની છે. અંધારામાં સિંહને એ ખ્યાલ નથી આવતો કે આગળ શું છે ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

થોડા દિવસ અગાઉ કૂવામાં ખાબકતા સિંહનું થયું હતું મોત

તાજેતરમાં જ કૂવામાં ખાબકતા સિંહનું પણ મોત થયું હતું.  જૂનાગઢ જિલ્લાના ગિરનારમાં 12 સપ્ટેમ્બરના રાત્રે ગિરનાર જંગલમાં 7 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. ગિરનાર જંગલમાં વધુ વરસાદ પડતાં એક સિંહણ પાણીના પ્રવાહમાં તણાઈ ગઇ હતી. લોલ નદીમાં પૂર આવતા સિંહણ પાણીમાં તણાઇને ડેરવાણ ગામ પહોંચી હતી. પાણીમાં તણાતાં સિંહણનું મોત થયુ છે. ગિરનારના ઉત્તર રેન્જમાં આ ઘટના બની છે. વન વિભાગ દ્વારા પણ સિંહણનું પાણીમાં ડુબી જવાથી મોત થયાની પુષ્ટિ કરી છે. વન વિભાગે ડેરવાણ ગામથી સિંહણનો મૃતદેહ પહોંચતા વનવિભાગ પહોંચી કબજો લીધો છે.

શિકારની શોધમાં નિકળેલો સિંહ કુવામાં ખાબક્યો

બીજી તરફ ગીરસોમનાથમાં જંગલનો રાજા સિંહ કૂવામાં ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે. જેને વનવિભાગે કલાકોની જહેમત બાદ બહાર કાઢ્યો છે. આ ઘટના ગીરગઢડાના ખિલાવડ ગામની છે. જ્યાં શિકારની શોધમાં નીકળેલો સિંહ રાત્રિના અંધારામાં કૂવામાં ખાબક્યો હતો.  તો તે અગાઉ અસ્થિર મગજની જાહેર કરવામાં આવેલી સિંહણ કુદરતી રીતે જ મોતને ભેટી હતી.

વિથ ઇનપુટ ક્રેડિટ: જયદેવ કાઠી અમરેલી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">