Amreli: જાફરાબાદની માછીમારી બોટ દમણના દરિયામાં ફસાઈ, કોસ્ટગાર્ડનું રેસ્ક્યૂ ઓપરેશન

દમણના (Daman) દરિયા સાથે વલસાડ જિલ્લાના દરિયા કિનારે પણ તોફાની માહોલ જોવા મળ્યો હતો. આ તોફાની મોજામાં જાફરાબાદની 1 બોટ ફસાઈ હતી. બોટ દરિયામાં 32 નોટિકલ માઇલ દૂર ફસાઈ હતી. દમણ કોસ્ટગાર્ડની ટીમ હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

Amreli: જાફરાબાદની માછીમારી બોટ દમણના દરિયામાં ફસાઈ, કોસ્ટગાર્ડનું રેસ્ક્યૂ ઓપરેશન
Amreli: Jafarabad fishing boat stranded in Daman sea
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 10:35 PM

હવામાન વિભાગે (IMD) કરેલી ભારે વરસાદની (Rain) આગાહીની દરિયામાં અસર જોવા મળી છે. દમણનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં 10 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. હજુ પાંચ દિવસ સુધી દરિયો તોફાની રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે જો કે દમણના (Daman) દરિયા સાથે વલસાડ જિલ્લાના દરિયા કિનારે પણ તોફાની માહોલ જોવા મળ્યો હતો. આ તોફાની મોજામાં જાફરાબાદની (Jafrabad) 1 બોટ ફસાઈ હતી. બોટ દરિયામાં 32 નોટિકલ માઇલ દૂર ફસાઈ હતી. દમણ કોસ્ટગાર્ડની ટીમ હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

અમરેલીના જાફરાબાદ બંદરેથી માછીમારી માટે નીકળેલી ‘તીર્થનગરી’ નામની બોટ દમણ પાસે દરિયામાં તોફાનના કારણે ફસાઈ હતી. ઘટનાની જાણ દમણ કોસ્ટગાર્ડને થતા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. માછીમારી બોટમાં 8 માછીમારો હતા. કોસ્ટગાર્ડ દ્વારા અત્યાર સુધીમાં 5 માછીમારોને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે અને બાકીના માછીમારોનું રેસ્ક્યૂ કાર્ય ચાલુ છે.

દમણનો બન્યો છે તોફાની

હવામાન વિભાગે કરેલી ભારે વરસાદની આગાહીની દરિયામાં અસર જોવા મળી છે અને દમણનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં 10 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. હજુ પાંચ દિવસ સુધી દરિયો તોફાની રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જો કે દમણના દરિયા સાથે વલસાડ જિલ્લાના દરિયા કિનારે પણ તોફાની માહોલ જોવા મળ્યો હતો.

જાફરાબાદના દરિયાકાંઠેથી હટાવાયું 3 નંબરનું સિગ્નલ

હાલમાં જાફરાબાદના દરિયાકાંઠેથી 3 નંબરનું સિગ્નલ હટાવી લેવામાં આવ્યું છે. ગત રોજ જાફરાબાદના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. દરિયાકાંઠે ભારે પવન અને સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો અને અમરેલી-જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું હતું. હાલમાં જાફરાબાદના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં જોવા મળેલા કરંટને પગલે મહારાષ્ટ્રની 20 જેટલી બોટ જાફરાબાદના દરિયાકિનારે લાંગરી દેવામાં આવી હતી.

મહારાષ્ટ્રની બોટ જાફરાબાદમાં લાંગરવામાં આવી

દરિયામાં કરંટ જોવા મળતા મહારાષ્ટ્રની 20 જેટલી બોટો જાફરાબાદના કિનારે પહોંચી હતી તો જાફરાબાદની માછીમારી કરવા દરિયામાં ગયેલી બોટો રાત સુધીમાં દરિયાકાંઠે પહોંંચશે. મહારાષ્ટ્રની વધુ 50 જેટલી બોટ પણ જાફરાબાદના દરિયાકાંઠે લાંગરાશે. દરિયામાં તોફાનની શક્યતાઓને ધ્યાને લઈને બોટો કિનારા તરફ આવતી થઈ છે. જાફરાબાદ બંદર પર 500 ઉપરાંતની બોટોના થયા ખડકલા થયા છે.

પોરબંદરના જમનાસાગર વહાણની જળ સમાધિની ઘટના

8 ઓગસ્ટે દુબઇથી પોરબંદર આવતા જમના સાગર વહાણે ઈરાન નજીક સમુદ્રમાં જળ સમાધિ લીધી હતી. જમના સાગર વહાણમાં 10 ક્રુ મેમ્બરો સવાર હતા. જેમાંથી હુસેન અલી મામદ નામનો એક ક્રુ મેમ્બર સમુદ્રમાં લાપતા બન્યો હતો. આજે હુસેન અલીમમાદનો મૃતદેહ પાકિસ્તાનના સમુદ્રમાંથી મળ્યો હતો. પાકિસ્તાન સુરક્ષા એજન્સીએ મૃતદેહને બહાર કાઢી ભારતને સોંપવા કામગીરી શરૂ કરી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">