Amreli: ગીરના પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓના ધસારાને જોતા તુલશીશ્યામમાં ઉભી કરવામાં આવી રાત્રિ રોકાણની વ્યવસ્થા

ધાર્મિક સ્થળો જેવા કે કનકાઈ,  પરબધામ, તુલસીશ્યામ તરફ જતા પ્રવાસીઓ કે જંગલના માર્ગે ઉના અને સોમનાથ તરફ જતા પ્રવાસીઓ તુલસીશ્યામ આવે છે તેથી તુલસી શ્યામમાં ઉતારાની વ્યવસ્થા  કરવામાં આવી છે.  મધ્યગીરમા આવેલ તુલસીશ્યામ મંદિર ખાતે  રહેવાની તેમજ ભોજનાલયની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે

Amreli: ગીરના પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓના ધસારાને જોતા તુલશીશ્યામમાં ઉભી કરવામાં આવી રાત્રિ રોકાણની વ્યવસ્થા
તુલસી શ્યામાં પ્રવાસીઓ માટે રોકાણ અને ભોજનની વ્યવસ્થાની શરૂઆત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2022 | 12:49 PM

પ્રવાસનું  (Tourist) નામ આવે એટલે ગુજરાતીઓ (Gujarati tourist) હંમેશાં તેમાં અગ્રેસર હોય છે તે બાબતને  સાર્થક કરતા આ વખતે પણ  દિવાળી વેકેશનમાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં પ્રવાસ કરી રહ્યા છે. આ વખતે ગુજરાતના પ્રવાસીઓ મોટી સંખ્યામાં ફરવા નીકળ્યા છે.  ત્યારે ખાસ કરીને આ વખતે બધા ગીરમાં જઈ રહ્યા છે.   જૂનાગઢ નજીકના ગીર જંગલ તેમજ અમરેલીની (Gir forest) આસપાસ  આવેલા કનકાઇ માતા મંદિર આંબરડી પાર્ક, તુલસીશ્યામ કુંડ, બાણેજમાં મોટી સંખ્યામાં અત્યારથી જ પ્રવાસીઓ ઉભરાઈ રહ્યા છે.

આગામી પાંચ થી સાત દિવસ સુધી રહેશે ધસારો

દિવાળીના વેેકેશન અને વેપારીઓ તેમજ નોકરિયાતોનો રજા હોવાથી લોકો પરિવાર સાથે મોટી સંખ્યામાં  ગીરની સહેલગાહે આવી રહ્યા છે ત્યારે ગરમ પાણીના કુંડ માટે પ્રખ્યાત તુલસી શ્યામ  ખાતે   2000 થી 3000 હજાર પ્રવાસીઓ રોકાઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.  અમરેલી નજીક આવેલો ધારીનો  આંબરડી સફારી પાર્કમા સિંહ દર્શન માટે તેમજ નજીક આવેલો  ખોડિયાર ડેમ અને જંગલ વિસ્તારમાં આવેલા વિવિધ મંદિરો પ્રવાસીઓના મનપસંદ સ્થળો છે.  તેમજ ગીરના પ્રવાસન સ્થળોમાં પણ  કુદરતી સૌંદર્ય  જોવા  તેજમ વન્ય સૃષ્ટિ જોવા  પ્રવાસીઓ આવી રહ્યા છે

સાથે જ ધાર્મિક સ્થળો જેવા કે કનકાઈ,  પરબધામ, તુલસીશ્યામ તરફ જતા પ્રવાસીઓ કે જંગલના માર્ગે ઉના અને સોમનાથ તરફ જતા પ્રવાસીઓ તુલસીશ્યામ આવે છે તેથી તુલસી શ્યામમાં ઉતારાની વ્યવસ્થા  કરવામાં આવી છે.  મધ્યગીરમા આવેલ તુલસીશ્યામ મંદિર ખાતે  રહેવાની તેમજ ભોજનાલયની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને  દરેક જગ્યાની સ્વચ્છતા  કરવાનું કામ પણ હાથ ધરવામાં આવ્યું  છે તેમજ બેથી  ત્રણ હજાર યાત્રાળુ રાત્રિરોકાણ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

ગીર ઉપરાત તેની નજીકના જૂનાગઢ શહેરના  યાત્રાધામો તેમજ આગળ જતા સોમનાથ, દીવ,  દ્વારકાના રૂટ ઉપર પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી  રહ્યા છે ત્યારે વિવિધ યાત્રાધામો  ખાતે પણ દિવાળી દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરવાાં આવી છે.  સાથે જ દરેક સ્થળોએ પ્રવાસીઓને સુગમતા રહે તે માટે વધારાનો સ્ટાફ પણ  મૂકવામાં આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">