Amreli જિલ્લાના લાઠી પંથકમાં વરસાદ, ગ્રામીણ વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર

અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જ્યારે આ વરસાદના પગલે ખેડૂતોના પાકને ફાયદો થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 4:38 PM

ગુજરાત(Gujarat) માં બીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ પડી રહેલા વરસાદ અંતર્ગત અમરેલી(Amreli) જીલ્લાના લાઠી પંથકમાં પણ વરસાદ(Rain)નોંધાયો છે. જેમાં વરસાદને પગલે રોડ પર પાણી વહેતા થયા છે. તેમજ ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

તેમજ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જ્યારે આ વરસાદના પગલે ખેડૂતોના પાકને ફાયદો થશે.

રવિવારે અમરેલી જિલ્લાના રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો એવો વરસાદ પડ્યો હતો. જેમાં રાજુલાના દીપડ્યા, ધારેશ્વર, જૂની માંડરડીમાં વરસાદ થયો છે. જેમાં ડુંગરગામમાં 2 ઇંચ વરસાદ ખાબકતા સ્થાનિક નદીમાં પુર આવ્યું હતું. તેમજ
ડુંગરગામ વચ્ચેથી પસાર થતી નદીમાં ઘોડાપુરના દ્રશ્યો સર્જાયા હતા. આ વરસાદના પગલે ખેડૂતોને રાહત મળી છે.

આ ઉપરાંત હવામાન ખાતાની આગાહી મુજબ આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. જેમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા લૉ-પ્રેસરથી ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી 8 અને 9 તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે.

જેમાં 8 અને 9 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડવાની શક્યતા છે. જયારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લીમાં મધ્યમ વરસાદની સંભાવના છે .

આ પણ વાંચો : મણિનગર સ્વામિનારાયણ મંદિરે સદગુરુદિન અને સોમવતી અમાસે ડ્રેગન ફ્રૂટનો ભોગ ધરાવાયો

આ  પણ વાંચો : BHARUCH : MLA છોટુ વસાવાએ CMને લખ્યો પત્ર, જંગલની જમીન પર શક્તિશાળી લોકો દ્વારા અતિક્રમણનો આક્ષેપ કર્યો

Follow Us:
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">