Amreli: કોંગ્રેસના સંવાદ કાર્યક્રમમાં ચૂંટણીલક્ષી મંથન, ભાજપ ઉપર કર્યાં આકરા પ્રહાર

(Vidhan sabha Election 2022) અંતર્ગત સાવરકુંડલા બેઠક કોંગ્રેસના હોદ્દેદારો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને ગુજરાતમાં કોંગ્રેસી સરકાર બનશે તેવો વિશ્વાસ કોંગ્રેસના નેતાઓ વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં હવે ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી સક્રિય થઈ રહી છે.

Amreli: કોંગ્રેસના સંવાદ કાર્યક્રમમાં ચૂંટણીલક્ષી મંથન, ભાજપ ઉપર કર્યાં આકરા પ્રહાર
Amreli: Election oriented brainstorming in the dialogue program of Congress
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2022 | 5:22 PM

અમરેલીમાં સાવરકુંડલા (Savarkundla)– લીલીયા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. સંવાદ કાર્યક્રમમાં અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી (Paresh Dhanani) સાવરકુંડલા ના ધારાસભ્ય પ્રતાપ દુધાત તેમજ અમરેલી સંસદીય બેઠકના રાષ્ટ્રીય કોંગ્રેસ (Congress) પ્રભારી અને રાજસ્થાનના મંત્રી સુખરામ બિશનોઈ અને રાષ્ટ્રીય કોંગ્રેસ સહ પ્રભારી ગોપાલ મીણાજી ખાસ ઉપસ્થિત રહ્યા. વિધાનસભા ચૂંટણી (Vidhan sabha Election 2022) અંતર્ગત સાવરકુંડલા બેઠક કોંગ્રેસના હોદ્દેદારો હાજર રહ્યા હતા. અને ગુજરાતમાં કોંગ્રેસી સરકાર બનશે તેવો વિશ્વાસ કોંગ્રેસના નેતાઓ વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં હવે ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી સક્રિય થઈ રહી છે. આ કાર્યક્રમમાં અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી, લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મર,રાજુલાના ધારાસભ્ય અંબરીષ ડેર સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ભાજપ ઉપર કર્યા આકરા પ્રહાર

Amreli: Election-oriented brainstorming in the dialogue program of Congress, severe attack on BJP

Amreli: Election-oriented brainstorming in the dialogue program of Congress, severe attack on BJP

અમરેલી જિલ્લાની 5 બેઠક ઉપર રાજસ્થાનના મંત્રી સુખરામ બિશ્રોઇ,સહ પ્રભારી ગોપાલ મીણા સહિત કોંગ્રેસ પક્ષના આગેવાનો વિધાનસભા વિસ્તારમાં કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. ગઈકાલે લાઠી વિધાનસભા બેઠક ઉપર બેઠક મળ્યા બાદ આજે અમરેલીની બેઠક ઉપર મિટિંગ મળી ત્યારબાદ રાજુલા વિધાન સભા બેઠક ઉપર બેઠક કરી હતી. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના અગેવાનો દ્વારા ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. છેલ્લા થોડા દિવસથી આપના કન્વિનર અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે. નોંધનીય છેકે ગત રોજ તિરંગા યાત્રા દરમિયાન જૂનાગઢમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ
IPLમાં એક ઓવરમાં 5 સિક્સર આપનાર બોલરોનું લિસ્ટ, ગુજરાતનો આ ખેલાડી પણ સામેલ
ઘરના માટલામાં મેળવો Fridge જેવું ઠંડુ પાણી, બસ આટલુ કરી લો કામ, જુઓ-VIDEO

આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની પણ વધી ગુજરાત મુલાકાત

આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પણ  છેલ્લા ઘણા સમયથી ગુજરાતની મુલાકાતે અવારનવાર આવે છે  તેઓએ તાજેતરની ગુજરાત મુલાકાત વખતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખૂબ ભ્રષ્ટાચાર છે અને તેમને કામ કરવામાં મુશ્કેલી પડે છે. આપની સરકાર બનશે તો વેપારીઓને ભય વગર વેપાર કરવાનું વાતાવરણ બનશે. તેમણે કહ્યું હતું કે, પંજાબ અને દિલ્હીની જેમ ગુજરાતમાં પણ વિનામૂલ્યે વીજળીના બિલ આવતા થશે.

કોંગ્રેસ ખતમ, જંગ માત્ર ભાજપ અને આપ વચ્ચે:  અરવિંદ કેજરીવાલ

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરાથી સીધા છોટાઉદેપુર પહોંચ્યા હતા. અહીં બોડેલીમાં તેમણે જનસભાને સંબોધિત કરી હતી. જો કે કેજરીવાલની સભા પહેલા જ વરસાદનું વિઘ્ન નડ્યુ હતુ અને અવ્યવસ્થા સર્જાઈ હતી. સભાસ્થળે વિશાળ વોટરપ્રુફ ડોમ બનાવવામાં આવ્યો હતો પરંતુ વરસાદને કારણે લોકો વોટર પ્રુફ ડોમમાં આવી જતા અવ્યવસ્થાના દૃશ્યો જોવા મળ્યા હતા.  કેજરીવાલે તેમના સંબોધનમાં પણ વરસાદનો ઉલ્લેખ કરતા ભાજપ પર પ્રહાર કર્યો કે આજે જે વરસાદ થઈ રહ્યો છે એ દર્શાવી રહ્યો છે કે ભાજપ(BJP)નો હવે જવાનો સમય આવી ગયો છે ગુજરાતમાં નવી પાર્ટી આવશે, નવા ચહેરાઓ આવશે અને મોટા ફેરફાર થશે.

જે રીતે ગુજરાતમાં મોટા માથાની આવાનજાવન વધી છે તે જોતા લાગે છે કે આ વખેત ગુજરાતમાં  2022નો ચૂંટણીજંગ રસપ્રદ બની રહેશે.

Latest News Updates

રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">