AMRELI : ગીરના સાવજ પર સંકટ, 15 દિવસમાં ભેદી રોગચાળામાં 4 સિંહોના મોત

AMRELI : ગીર જંગલ વિસ્તાર નજીકના અમરેલી પંથકમાં સાવજ પર સંકટની સ્થિતિ પેદા થઈ છે. ગીર અને બૃહદગીર રેન્જ વિસ્તારમાં સિંહો પર સંકટ ઉભુ થયું છે.

AMRELI : ગીરના સાવજ પર સંકટ, 15 દિવસમાં ભેદી રોગચાળામાં 4 સિંહોના મોત
ફાઇલ તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2021 | 10:26 PM

AMRELI : ગીર જંગલ વિસ્તાર નજીકના અમરેલી પંથકમાં સાવજ પર સંકટની સ્થિતિ પેદા થઈ છે. ગીર અને બૃહદગીર રેન્જ વિસ્તારમાં સિંહો પર સંકટ ઉભુ થયું છે. ખાસ કરીને ખાંભા અને શેત્રુંજી વિસ્તારમાં 15 દિવસમાં 4 સિંહોના મોત થયા છે. જાફરાબાદમાં બિમાર સિંહણનું રેસ્ક્યું બાદ સારવાર દરમિયાન મોત થયું છે. બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં સિંહણનું મોત થતા વન વિભાગ દોડતું થયું છે.

જોકે કંઇ બિમારીથી સિંહણનું મોત થયુ છે તે અંગે સ્પષ્ટતા થઇ નથી. તંત્રએ અન્ય સિંહોની તપાસ કરવા આદેશ આપ્યો છે. આ તમામની વચ્ચે સિંહોમાં બેબસીયા નામના રોગને લઈ ગણગણાટ શરૂ થયો છે. જોકે મુખ્ય વન સંરક્ષકનું કહેવુ છેકે અત્યારસુધી સિંહોમાં બેબસિયા નામનો રોગ જોવા મળ્યો નથી. એટલું જ નહીં પણ અન્ય કોઇ ભેદી રોગથી પણ આ સિંહોના મોત નથી થયા. જે પાંચ સિંહોના મોત થયા છે તે અલગ અલગ રેન્જમાં થયા છે. અને તેમના સેમ્પલ કલેક્ટ કરી મોતનું કારણ જાણવાના પ્રયાસ થઇ રહ્યાં છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ તમામની વચ્ચે સિંહોમાં બબેસીયા નામના રોગને લઈ ગણગણાટ શરૂ થયો છે.. વર્ષ 2018માં આ જ રોગથી 25થી વધુ સિંહોના મોત થયા હતા.. ત્યારે ફરી આ જ રોગે દેખા દીધી હોય તેમ લાગી રહ્યું છે. સિંહોની સ્થિતિ અંગે પર્યાવરણ પ્રેમીઓએ પણ ચિંતા વ્યક્ત કરી છે.

2018માં બબેસીયા રોગ ધારી ગીર પૂર્વ જંગલ વિસ્તારમાં આવ્યો હતો. તેના કારણે 25થી વધુ સિંહોના મોત થયા હતા. પછી અહીંના સિંહોનું રેસ્ક્યુ કરી જૂનાગઢ પણ લઈ જવામાં આવ્યા હતા. આ સમયે આ વિસ્તારોમાં વનવિભાગના મોટા અધિકારીઓની ટીમ પણ આ વિસ્તારમાં આવી હતી અને તપાસ કરી હતી. ફરી એકવાર સાવજોના મોત થતા સિંહ પ્રેમીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

સિંહોના મોતનું કારણ જાણવા ટીમ કામ કરી રહી છે. 2018માં જે રોગે સાવજોના જીવ લીધા હતી તે ફરી ન આવે તેવી પ્રાણી પ્રેમીઓ આશા રાખી રહ્યા છે. ત્યારે હવે સિંહોના મોતનું સાચું કારણ તપાસ બાદ જ સામે આવશે..

આ પણ વાંચો : Aravalli: લીંભોઈ નજીક લાગેલી આગ કાબૂમાં, અણસોલ પાસેથી 18 લાખનો દારૂ ઝડપાયો, જાણો જિલ્લાના સમાચાર

આ પણ વાંચો : OMG: કરોડપતિ કબુતરો, જેની પાસે 20 કરોડની જમીન અને 30 લાખનું બેંક બેલેન્સ, જાણો કેમ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">