રાજુલા-પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક પર પશુઓ સાથે અકસ્માતનો સીલસીલો યથાવત, ગાય અને વાછરડી ટ્રેનની અડફેટે આવતા અકસ્માત

રાજુલા-પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક પર પશુઓ સાથે અકસ્માતનો સીલસીલો યથાવત, ગાય અને વાછરડી ટ્રેનની અડફેટે આવતા અકસ્માત
અમરેલી અકસ્માત

Amreli: રાજુલાથી પીપાવાવ પોર્ટ (Pipavav Port) રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેનની (Goods train) અડફેટે ગાય અને એક વાછરડીનો અકસ્માત થયો હતો. અકસ્માત 16 નંબરના ફાટકે થયો હતો.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

May 13, 2022 | 4:08 PM

Amreli: ગઈકાલે રાજુલાથી પીપાવાવ પોર્ટ (Pipavav Port) રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેનની (Goods train) અડફેટે ગાય અને એક વાછરડીનો અકસ્માત થયો હતો. અકસ્માત 16 નંબરના ફાટકે થયો હતો. ઘટનામાં વાછરડીનું મોત થયું હતું જ્યારે ગાય ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. મહત્વનું છે કે, ગઈકાલ રાતથી 40 ઉપરાંત રેલવે સેવકો હડતાળ ઉપર ઉતરતા આ ઘટના બની હતી. વનવિભાગ સમક્ષ પગાર વધારવા વિવિધ માંગ ને લઈ તેઓ હડતાળ ઉપર ઉતર્યા છે.

રાજુલાથી પીપાવાવ 10 કિમીના અતિ મહત્વના રેલવે ટ્રેક પર ફરજ બજાવતા રેલવે સેવકો હડતાળ ઉપર છે. સિંહો 24 કલાક રેલવે ટ્રેક ક્રોસ કરે છે તેવા ટ્રેક પરના સેવકો હડતાળ ઉપર ઉતરતા મોટી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ તે પ્રશ્ન ઉભો થયો છે. મહત્વનું છે કે, ભૂતકાળમાં 8થી વધુ સિંહ ગુડ્સ ટ્રેન હડફેટે અકસ્માતમાં મોત થઇ ચૂક્યા છે.

ધોરણ 12 સાયન્સના પરિણામમાં લાઠી પ્રથમ નંબરે

શહેરના ચિતાખાના ચોક પાસે મોડી રાત્રીના આઈસર ટ્રક વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં ટ્રકની બ્રેક ફેઇલ થઈ જતા અકસ્માત થયો હોવાની વાત સામે આવી રહિ છે. ઢાળ રોડ પરથી ટ્રક આવતો હતો ત્યારે બ્રેક ન લાગતા આ અકસ્માત થયો હતો. આ ઘટનામાં એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો સાથે જ કેટલાક વાહનોમાં નુક્સાન થયું હતું. હાલ આ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે આ અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. તેને શોધવા માટે પણ પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati