Amreli : અમરેલી નગરપાલિકાએ લોન્ચ કરી કોરોના માટે વેબસાઇટ, દર્દીઓને મળશે રાહત

અમરેલી (Amreli) શહેરની નગરપાલિકા દ્વારા એક અનોખી વેબસાઈટ (Website) લોન્ચ કરવામાં આવી છે.

Amreli : અમરેલી નગરપાલિકાએ લોન્ચ કરી કોરોના માટે વેબસાઇટ, દર્દીઓને મળશે રાહત
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 07, 2021 | 5:26 PM

કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી ગયો છે ત્યારે અમરેલી (Amreli) શહેરની નગરપાલિકા દ્વારા એક અનોખી વેબસાઈટ (Website) લોન્ચ કરવામાં આવી છે જેમાં કોરોનાને (Corona) લગતી તમામ જાણકારી આ વેબસાઇટ ઉપરથી મેળવી શકાય છે.

અમરેલી નગરપાલિકા (Amreli Municipality) દ્વારા આ વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે આ વેબસાઇટમાં કોરોનાને લગતી તમામ માહિતી એક જ ક્લિક દ્વારા જિલ્લાના તમામ લોકોને મળી જાય છે. આ વેબસાઇટ ઉપરથી લોકો કોવિડ સેન્ટરની માહિતી, કોવિડની સારવાર કઇ હોસ્પિટલમાં થાય છે, લેબોરેટરીની માહિતી,ઓક્સિજનની માહિતી, દવાની માહિતી, આમ કોવિડને લગતી તમામ માહિતી આ વેબસાઇટમાં આપવામાં આવી છે. અત્યાર સુધીમાં આ વેબસાઈટની માહિતી 5 દિવસમાં 11,000 જેટલા લોકોએ લીધી છે.

અમરેલી નગરપાલિકા દ્વારા જે વેબસાઈટ બનાવવામાં આવી છે તે વેબસાઈટ લોકોને ખૂબ જ ઉપયોગી થઇ રહી છે એક જ ક્લિક કરતા તમામ માહિતી આ વેબસાઇટ પરથી મળી જાય છે. સ્થાનિક લોકો આ વેબસાઈટનો ખુબજ ઉપયોગ કરી રહ્યા છે. આ વેબસાઈટ દ્રારા લોકોને તમામ વસ્તુની જાણકારી મળી રહી છે.લોકો અમરેલી નગરપાલિકા દ્રારા અમરેલી ડેશ બોર્ડની જે વેબસાઈટ લોન્ચ કરી છે તેને લઈને ખુશ છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

લગભગ ગુજરાતમાં કોરોનાને લગતી આ પ્રથમ વેબસાઇટ હશે કે જેમાં જિલ્લામાં મળતી કોરોનાની તમામ માહિતી એક જ ક્લિક દ્રારા લોકો મેળવી શકે છે. કોરોનાના વધેલા કેસને કારણે દેશના આરોગ્ય તંત્ર સામે ઘણા બધા પડકાર ઉભા થઇ ગયા છે. જે પ્રમાણમાં રોજના નવા કેસ આવી રહ્યા છે તે પ્રમાણે હેસ્પિટલમાં બેડ અને દવાઓની અછત સર્જાઇ રહી છે જેના લીધે દર્દીઓ અને તેમના પરિજનને ખૂબ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેવામાં લોકો હવે સોશિયલ મીડિયાના માધ્યમથી બેડ અને દવાઓ શોધવા લાગ્યા છે જેના કારણે છેતરપીંડીના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે

લોકોને હોસ્પિટલ અને કોરોનાને લઇને સાચી માહિતી મળે તે માટેની દેશભરમાં વ્યવસ્થા ઉભી કરવાની જરૂર છે તેવામાં અમરેલી ગરપાલિકા દ્વારા બનાવવમાં આવેલી આ વેબસાઇટ દર્દી તથા તેમના પરિજનોને રાહત આપશે અને તેઓ પાસે યોગ્ય અને સાચી માહિતી પહોંચશે. સાથે જ તેમને ઇલાજ મેળવવા માટે હવે ભટકવું નહી પડે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">