AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amreli: વડિયા બસ સ્ટેશનમાં એસટી તંત્રના વાંકે અંધારામાં મુસાફરો બસની રાહ જોવા મજબુર- જુઓ Video

Amreli: અમરેલીના વડિયામાં આવેલા બસ સ્ટેશનમાં સાજ પડતા જ અંધારાનું સામ્રાજ્ય ફેલાઈ જાય છે. એસટી તંત્ર દ્વારા રાત્રિના સમયે અહીં કોઈ દિવાબત્તી કરવામાં આવતા નથી. મુસાફરો બાપડા અંધારામાં જ બસની રાહ જોતા ઉભા રહે છે. તંત્રની ઢીલી નીતિના કારણે બસ સ્ટેન્ડમાં 2 મહિનાથી દિવાબત્તીની સુવિધા નથી. છતા એસટી તંત્ર દ્વારા આ દિશામાં કોઈ કામગીરી થતી નથી. રાત્રિના સમયે સિનિયર સિટિઝન અંધારાને કારણે ઠેબા ખાતા હોય છે શ્વાનનો પણ આતંક જોવા મળે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2023 | 11:28 PM
Share

Amreli: અમરેલીનું એક એવુ બસસ્ટેશન જ્યા રાત પડતા જ થઈ જાય છે ભેંકાર, દિવસે બસ સ્ટેશનમાં રખડતા ઢોર અને શ્વાનનો આતંક જોવા મળે છે જ્યારે રાત્રે  રાત્રે અંધારાનું સમ્રાજ્ય. વાત છે અમરેલી જિલ્લાના વડીયા બસ સ્ટેશનની. અહીં એસટી તંત્રના વાંકે મુસાફરો અંધારામાં બસની રાહ જોવા મજબૂર બન્યા છે. અમરેલીનું આ વડીયા એસટી બસ સ્ટેન્ડની દૂરથી ડુંગર રળિયામણા જેવી સ્થિતિ છે, દૂરથી આધુનિક બસ સ્ટેશન જેવુ લાગતુ રાત્રિના સમયે અંધકાર યુગની યાદ અપાવી દે છે.  રાત્રિના સમયે અહીં જ્યાં જુઓ ત્યાં દિવાબત્તીની કોઈ સુવિધા જોવા મળતી નથી અને અંધારપટ છવાઈ જાય છે.

વડિયા બસ સ્ટેશનમાં બે મહિનાથી નથી થતી લાઈટ

એસટી તંત્રના પાપે બસ સ્ટેશનમાં છેલ્લા બે મહિનાથી લાઈટની સુવિધા નથી. બસ સ્ટેશનમાં મુસાફરો અંધારામાં ઠેબા ખાતા હોય છે અને ભેંકાર અંધારામાં બસની રાહ જોવા મજબુર બન્યા છે. બે-બે મહિનાથી બસ સ્ટેન્ડની લાઈટો ચાલુ નથી થઈ રહી પરંતુ એસટી તંત્રને મુસાફરોની હાલાકીની કંઈ પડી જ નથી. છેલ્લા બે મહિનાથી એસટી બસ સ્ટેન્ડમાં અંધારપટ છે. છતાં એસટી તંત્ર ઘોર નિદ્રામાં જોવા મળી રહ્યું છે.

સરપંચ સહિતનાએ એસટી તંત્રને કરી ચુક્યા છે અનેક રજૂઆત

સ્થાનિકો દ્વારા એસટી નિગમને આ બાબતે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી.  નવાઈની વાત તો એ છે કે, સરપંચે પણ અનેક રજૂઆત કરી છે પરંતુ જાણે એસટીના તંત્રએ આખા આડા કાન કરી લીધા છે. જાણ તો બધા કરી રહ્યા છે. તેમ છતા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. છેલ્લા 2 મહિનાથી રાત થાય અને બસ સ્ટેશનમાં અંધારાનું સમ્રાજ્ય જોવા મળે છે.  માત્ર વાત અંધારાની નથી પરંતુ દિવસે પણ સ્થિતિ કપરી જ છે. દિવસે અહીં રખડતા ઢોર અને શ્વાનનો આતંક જોવા મળે છે. આ અંગે પણ એસટી વિભાગ કોઈ જ કાર્યવાહી કરતું નથી.

આ પણ વાંચોRajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી કવિતા વાયરલ, શું પૂર્વ ઈન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીએ ઠાલવી વેદના ?

લોકો રજૂઆત કરી કરીને હવે થાક્યા છે. વડીયા એક તાલુકો છે. આસપાસના ગામના મુસાફરો અહીંથી રાત્રે બસમાં બેસતા હોય છે. મુસાફરોની મુશ્કેલીઓને દૂર કરવાની જગ્યાએ તંત્ર નિંભર થઈ હાથ પર હાથ રાખી સ્થિતિને જોઈ રહ્યું છે. લાગે છે કે તંત્ર રાહ જોઈ રહ્યું છે કે, મુસાફરોને આ અંધારાથી ટેવાઈ જાય.

Input Credit- Raju Karia- Vadiya

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">