Amreli : મારું ગામ કોરોના મુક્ત ગામ સૂત્ર સાર્થક થયું આ ગામમાં, હજુ સુધી કોરોનાએ એન્ટ્રી નથી કરી

એક બાજુ કોરોનાએ ગુજરાતમાં ભરડો લીધો હતો. બીજી લહેરમાં કોરોનાનું સંક્ર્મણ ગ્રામ્ય વિસ્તારમાં પણ પહોંચ્યું છે પરંતુ હજુ પણ ગુજરાતમાં એવા ગ્રામ્ય વિસ્તાર છે જેમાં કોરોનાએ એન્ટ્રી નથી કરી.

Charmi Katira
| Edited By: | Updated on: May 22, 2021 | 10:47 AM

Amreli : એક બાજુ કોરોનાએ ગુજરાતમાં ભરડો લીધો હતો. બીજી લહેરમાં કોરોનાનું સંક્ર્મણ ગ્રામ્ય વિસ્તારમાં પણ પહોંચ્યું છે, પરંતુ હજુ પણ ગુજરાતમાં એવા ગ્રામ્ય વિસ્તાર છે જેમાં કોરોનાએ એન્ટ્રી નથી કરી.

વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાને કારણે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યો હોય તેના પરિવાર નોધારા થઇ ગયા છે. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ અમરેલી જિલ્લામાં એક એવું ગામ છે જેમાં કોરોના એન્ટ્રી કરી નથી શક્યું.

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના ચાંચબંદર ગામ કોરોના મુક્ત ગામ બન્યું છે. અહીં આજના દિવસે એક પણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. ગામ લોકો અને ગ્રામ પંચાયત સરપંચ સહીત લોકો જાગૃત છે. આ ગામમાં મોટાભાગે મજુર વર્ગ રહે છે. દરિયા કાંઠે અડીને આવેલું આ ચાંચબંદર ગામ રાજુલા તાલુકાનુ સૌથી મોટું ગામ છે. આ ગામમાં 13000 ઉપરાંતની વસ્તી ધરાવતું આ ગામડું કોરોનાથી બચી ગયું છે.

ગામના જાગૃત સરપંચ કાનજીભાઈ ચૌહાણ કહે છે અમારા ગામમાં પહેલી કે બીજી લહેરમાં હજુ સુધી એક પણ કોરોનાનો કેસ નથી નોંધાયો કે કોરોનાના કારણે એકપણ લોકોનું મોત નથી થયું. આ ગામમાં બધા માસ્ક પહેરે છે અને લોકોને જાગૃત રહેવા સૂચના આપી દીધી હતી.

આ ઉપરાંત કોરોનાથી દૂર રહેવા માટે કામ વગર બિનજરૂરી કોઈ બહાર નથી નીકળતું. ઉપરાંત મજુર વર્ગ વધુ રહે છે જેથી મજબૂત માણસો છે ખુબ મહેનત કરે છે. આ સાથે જ સારી રોગપ્રતિકારક શક્તિ હોય આ બીજી લહેરમાં પણ એક પણ કેસ નોંધાયો નથી.

કોરોનાને લઈને ગામના સરપંચ અને આખું ચાંચબંદર ગામ જાગૃત છે, ત્યારે ચાંચબંદર ગ્રામજનો પાસેથી અન્ય ગામડાના લોકો અને શહેરીજનોને પણ પ્રેરણા લેવાની જરૂર છે. ગ્રામજનો આજે કોરોના કેસ ન હોવા છતાં પણ દરેક લોકો અહીં માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. ઉપરાંત આટલા મોટા ગામમાં લોકો બિનજરૂરી બહાર પણ જોવા મળ્યા નહિ.

જેથી આ ગામ કોરોના મુક્ત જોવા મળી રહ્યું છે. ઉપરાંત ગામના અન્ય અગ્રણી પણ કહી રહ્યા છે સગા સબંધીને પણ મળતા નથી. આ ગામમાં મોટી સંખ્યામાં મજુર વર્ગ રહેતો હોવાને કારણે બહારથી આવતા મજૂરોને પણ સૂચના આપેલી છે 10 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇન રહેવું. આ સાવચેતીના પગલે હજુ સુધી એક પણ વ્યક્તિનું કોરોનાના કારણે મોત થયું નથી.

અમરેલી જિલ્લામા પ્રથમ દરિયાઈ ટાપુ પર આવેલ શિયાળબેટ ગામ કોરોના મુક્ત હતું.  ત્યારબાદ વધુ એક ગામ આ ચાંચબંદર આજે સામે આવ્યું છે. જે કોરોના મુક્ત ગામ જોવા મળી રહ્યું છે.

Follow Us:
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">