જે.વી.કાકડિયા રૂપિયા 16 કરોડ લઇને ભાજપમાં જોડાયા : પરેશ ધાનાણી
ધારીની પેટાચૂંટણીમાં રૂપિયાની લેતીદેતીનો મુદ્દો ઉછળતા જ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયાની તુલના જયચંદ સાથે કરી છે. ધાનાણીએ કહ્યું છેકે, જે.વી.કાકડિયા રૂપિયા 16 કરોડ લઈને ભાજપમાં જોડાયા છે. અને, કાકડીયાએ પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે. જેનો જવાબ જનતા મતદાનમાં આપી દેશે. તો બીજી તરફ કોંગ્રેસના તમામ આરોપોને જે.વી.કાકડિયાએ ફગાવ્યા […]
ધારીની પેટાચૂંટણીમાં રૂપિયાની લેતીદેતીનો મુદ્દો ઉછળતા જ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયાની તુલના જયચંદ સાથે કરી છે. ધાનાણીએ કહ્યું છેકે, જે.વી.કાકડિયા રૂપિયા 16 કરોડ લઈને ભાજપમાં જોડાયા છે. અને, કાકડીયાએ પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે. જેનો જવાબ જનતા મતદાનમાં આપી દેશે. તો બીજી તરફ કોંગ્રેસના તમામ આરોપોને જે.વી.કાકડિયાએ ફગાવ્યા છે. કાકડિયાએ કહ્યું કે, તેઓ આર્થિક રીતે સદ્ધર છે. અને જો રૂપિયા લીધા હોત તો પાર્ટી તેમને ટિકિટ જ ન આપત. હાલ, ધારી બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપના દૌર શરૂ થયા છે. વધુમાં શું કહી રહ્યાં છે વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને જે.વી.કાકડીયાએ શું આપ્યા ધાનાણીના આક્ષેપોના જવાબ. જુઓ આ વીડિયોમાં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો