અમદાવાદ: ટોરેન્ટ પાવરની મનમાનીથી લોકો ત્રસ્ત, ગ્રાહકોને આડેધડ ફટકાર્યા બિલ

અમદાવાદ: ટોરેન્ટ પાવરની મનમાનીથી લોકો ત્રસ્ત, ગ્રાહકોને આડેધડ ફટકાર્યા બિલ

ટોરેન્ટ દ્વારા આડેધડ વીજ બિલ ફટકારવામાં આવતા નાગરિકોમાં રોષ ફેલાયો છે. વીજ ઉપભોક્તાઓને ચાર-ચાર ગણા બિલ ફટકારવામાં આવતા ઠેર-ઠેર ટોરોન્ટ સામે લોકોમાં આક્રોશ ફેલાયો છે. જો નાગરિકો બિલ નહીં ભરે તો વીજ જોડાણ કાપી નાખવાની નોટિસ સ્વરૂપે ગ્રાહકોને ટોરેન્ટ દ્વારા ધમકી આપવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે. આ સ્થિતિમાં સરકાર ટોરેન્ટ પાવર લિમિટેડ કંપની […]

Bhavesh Bhatti

|

Jul 04, 2020 | 1:54 PM

ટોરેન્ટ દ્વારા આડેધડ વીજ બિલ ફટકારવામાં આવતા નાગરિકોમાં રોષ ફેલાયો છે. વીજ ઉપભોક્તાઓને ચાર-ચાર ગણા બિલ ફટકારવામાં આવતા ઠેર-ઠેર ટોરોન્ટ સામે લોકોમાં આક્રોશ ફેલાયો છે. જો નાગરિકો બિલ નહીં ભરે તો વીજ જોડાણ કાપી નાખવાની નોટિસ સ્વરૂપે ગ્રાહકોને ટોરેન્ટ દ્વારા ધમકી આપવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે. આ સ્થિતિમાં સરકાર ટોરેન્ટ પાવર લિમિટેડ કંપની પર લગામ કસે તેવી રહીશો માગ કરી રહ્યા છે. શહેરીજનોની ફરિયાદ છે કે વીજ કંપની તેમની સાથે દાદાગીરી કરી રહી છે અને ખોટા બિલો ફટકારી લૂંટવાનો પ્રયાસ કરી રહી છે. નાગરિકોની માગ છે કે સરકારે આ દિશામાં ઠોસ કાર્યવાહી કરીને રાહત આપવી જોઇએ. ટોરેન્ટના સંચાલકો આ તમામ ફરિયાદોને ખોટી ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો: શિક્ષકોના પગારમાં કેમ કાપ? ગ્રેડ પે ઘટાડવા અંગે સરકાર કેમ નથી આપતી કોઈ જવાબ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati