શું અમદાવાદમાં પણ છે ‘પાકિસ્તાન’ ? જુઓ VIDEO

શું અમદાવાદમાં પણ છે 'પાકિસ્તાન' ? જુઓ VIDEO

અમદાવાદ કોર્પોરેશન કેટલું બેદરકાર છે તેને સાબિત કરતો વધુ એક પુરાવો સામે આવ્યો છે. આ વખતે એક બાળકના બર્થ સર્ટિફિકેટમાં મહાનગરપાલિકાએ મહાભૂલ કરી છે. બર્થ સર્ટિફિકેટના સરનામામાં પાકિસ્તાનનો ઉલ્લેખ કરાયો છે. બાળકનું નામ છે મોહંમદ ઉજૈરખાન છે. અને તેનો પરિવાર વટવા સ્થિત સરકારી આવાસમાં રહે છે. બાળકનો જન્મ 1-10-2018ના રોજ વીએસ હોસ્પિટલમાં થયો હતો.

આ પણ વાંચો: દિલ્હી ચૂંટણી: ફરીથી કેજરીવાલ કે ભાજપની સરકાર, જાણો એગ્ઝિટ પોલના આંકડાઓ?

અને 8 ઓક્ટોબરના રોજ જન્મનું પ્રમાણપત્ર કઢાવ્યું હતું. પરંતુ કોર્પોરેશનમાં બર્થ સર્ટિફિકેટ બનાવનાર કર્મચારી અને તેને તપાસનારા અધિકારીએ કોઈ ધ્યાન ન આપ્યું. જેના કારણે બર્થ સર્ટિફિકેટના સરનામામાં પાકિસ્તાન લખાઈને આવ્યું છે. બાળકીના દાદીનું કહેવું છે કે બાળકના જન્મ વખતે બાળકની માતાએ જન્મના સ્થળનો ઉલ્લે રાજસ્થાન તરીકે કર્યો હતો. જોકે જન્મનું પ્રમાણ પત્ર કાઢનારે રાજસ્થાનને બદલે પાકિસ્તાન લખ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati