AMC ચૂંટણી: 192 બેઠકો માટે ભાજપના 5000 થી વધુ દાવેદાર

AMC ચૂંટણી માટે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. 24-25 જાન્યુઆરીએ શહેરમાં ભાજપે 12 નિરીક્ષકોની ટીમ દ્વારા 48 વોર્ડ માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં 192 બેઠકો માટે 5000 થી વધુ દાવેદારો એ દાવેદારી નોંધાવી છે.

AMC ચૂંટણી: 192 બેઠકો માટે ભાજપના 5000 થી વધુ દાવેદાર
BJP
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Jan 26, 2021 | 9:38 AM

AMC ચૂંટણી માટે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. 24-25 જાન્યુઆરીએ શહેરમાં ભાજપે 12 નિરીક્ષકોની ટીમ દ્વારા 48 વોર્ડ માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં 192 બેઠકો માટે 5000 થી વધુ દાવેદારો એ દાવેદારી નોંધાવી છે. ત્યારે આજથી 3 દિવસ સુધી શહેર ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો સાથે શહેર સંકલનની બેઠક હાથ ધરાશે. જો કે નવાઈની વાત એ પણ છે કે લઘુમતી વિસ્તાર જયાં હમેશા ભાજપ નું નિરાશા જનક પ્રદર્શન હોય છે ત્યાં પણ દાવેદારોની ભરમાર જોવા મળી. જમાલપુર, મકતમપુરા, દાણીલીમડા, બહેરામપુરા, દરિયાપુર વોર્ડ જે ભાજપ માટે હંમેશા કપરા ચઢાણ જોવા મળ્યા છે ત્યાં પણ આ વખતે વોર્ડ દીઠ 50 થી વધુ મુરતિયાઓએ ટિકિટની માંગણી કરી છે.

વર્ષ 2015 માં પાટીદાર આંદોલનના કારણે ભાજપે અનેક બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ એવા પણ વોર્ડ હતા જ્યાં ભાજપની પેનલ જીતી શકી ન હતી એવા વોર્ડમાં ગોમતીપુર, રાજપુર, ખોખરા, અમરાઈ વાડી, ઇન્ડિયા કોલોની, સરસપુર, બાપુનગરનો સમાવેશ થાય છે જે BJP માટે નબળી બેઠકો છે, જ્યાં ગઈ વખતે હારનો સામનો કરવો પડ્યો હતો ત્યાં પણ આ વખતે ટિકિટ વાંચ્છુકોની લાઈન લાગી હતી. જે ભાજપ માટે સારા સંકેત હોવાનું પ્રદેશ હોદ્દેદારોનું માનવું છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

આ અંગે વાત કરતા ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત ડાંગરે જણાવ્યું હતું કે 2015 કરતા આ વખતે વાતાવરણ ખૂબ સારું છે. અત્યાર સુધી સ્થાનિક સ્વરાજમાં ના મળી હોય એવી ઐતિહાસિક વિજય મળશે. જો કે પસંદગીના ક્રાઇટ એરિયા છે, તમામ પાસાઓને ચકાસી ઉમેદવારનું ચયન કરવામાં આવશે. આગામી 29 ડિસેમ્બરથી કમલમ ખાતે 3 દિવસ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાશે, જેમાં 6 મનપાના નામ પર ચર્ચા કરવામાં આવશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ભાજપ AMC માટે ઉમેદવારોના નામ જાહેર કરશે, ત્યારે જોવાનું એ છે કે AMC ચૂંટણી માટે ભાજપ કોની પર પસંદગીનો કળશ ઢોળશે.

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">