Ahmedabad : યુગાન્ડાના રાજદૂત મીસ.ગ્રેસ એકેલોએ પ્રતિનિધિ મંડળ સાથે અમદાવાદની મુલાકાત લીધી, ચેમ્બરના હોદ્દેદારો સાથે બેઠક કરી

Ahmedabad : યુગાન્ડાના રાજદૂત મીસ.ગ્રેસ એકેલોએ પ્રતિનિધિ મંડળ સાથે અમદાવાદની મુલાકાત લીધી, ચેમ્બરના હોદ્દેદારો સાથે બેઠક કરી
યુગાન્ડાના રાજદૂત મીસ.ગ્રેસ એકેલો અમદાવાદની મુલાકાતે

Uganda delegation in Ahmedabad : યુગાન્ડાના પ્રતિનિધિ મંડળે ગુજરાતમાં વેપાર કરવા માટે રસ દાખવ્યો હતો જેને લઈને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નટુભાઈ પટેલ દ્વારા યુગાન્ડાના રાજદૂતને ગુજરાતમાં વ્યવસાય માટે યોગ્ય ભાગીદાર શોધવામાં મદદ કરવાની ખાતરી આપી.

Pratik jadav

| Edited By: Nakulsinh Gohil

Jul 06, 2021 | 9:58 PM

Ahmedabad : યુગાન્ડાના રાજદૂત મીસ.ગ્રેસ એકેલો (Ms.Grace Akelo) ની આગેવાનીમાં યુગાન્ડાના પ્રતિનિધિ મંડળ (Uganda delegation) એ અમદાવાદની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન ગુજરાતમાં રોકાણ કરવાના તેમજ ગુજરાત અને ભારત સાથે પારંપરિક વ્યવસાયના સંબંધને વધુ મજબૂત કરવા માટે આ પ્રતિનિધિ મંડળે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Gujarat Chamber of Commerce) ના પ્રમુખ તેમજ હોદ્દેદારો સાથે મિટિંગ યોજી હતી.

આ મિટિંગમાં યુગાન્ડાના પ્રતિનિધિ મંડળ (Uganda delegation) એ ગુજરાતમાં વેપાર કરવા માટે રસ દાખવ્યો હતો જેને લઈને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નટુભાઈ પટેલ (Natubhai Patel) દ્વારા યુગાન્ડાના રાજદૂતને ગુજરાતમાં વ્યવસાય માટે યોગ્ય ભાગીદાર શોધવામાં મદદ કરવાની ખાતરી આપી.

આ સાથે જ ગુજરાતમાં ક્યાં પ્રકારના અદ્યોગિક એકમોમાં રોકાણ કરી શકાય તેમજ ગુજરાતની કઈ કઈ સામાજિક પ્રવૃત્તિ યુગાન્ડા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તે માટેની માહિતીથી GCCI ના વાઇસ પ્રેસિડેન્ટ હેમંત શાહ દ્વારા યુગાન્ડાના પ્રતિનિધિ મંડળને અવગત કરવામાં આવ્યા.Ambassador of Uganda Ms.Grace Akelo visited Ahmedabad with a delegation મહત્વનું છે ભારત અને યુગાન્ડા (Uganda) ના સંબંધ 200 વર્ષ જુના છે અને આ સંબંધને ટકાવી રાખવા માટે યુગાન્ડાના રાજદૂત મીસ.ગ્રેસ એકેલો (Ms.Grace Akelo) એ ગુજરાતના વેપારી મંડળને યુગાન્ડામાં રોકાણ માટે પણ આમંત્રણ આપ્યું.

યુગાન્ડાના રાજદૂત મિસ ગ્રેસ એકેલોએ કહ્યું કે ગુજરાતના ઉદ્યોગો યુગાન્ડામાં આવીને કોમર્શિયલ એગ્રિકલ્ચર, હોસ્પિટાલીટી એન્ડ સર્વિસ, આઇટી, સોલાર એનર્જી, મિનરલ જેવા ઉદ્યોગોમાં રોકાણ કરીને યુગાન્ડાના આર્થિક વિકાસમાં સહયોગ આપી શકે છે. યુગાન્ડામાં ગુજરાતના રોકાણથી સમગ્ર આફ્રિકા, યુરોપ અને યુએસએ માટે બજાર ખુલશે જેનાથી યુગાન્ડાને મોટો ફાયદો થશે.

આ પણ વાંચો : Surat : શહેરની વચ્ચે આવેલી છે એક ગ્રીન સ્ટ્રીટ, જ્યાં 40 ઘર વચ્ચે 200 થી વધુ છોડ-વૃક્ષ છે!

આ પણ વાંચો : GUJARAT : વિરામ બાદ ફરી આવશે મેઘરાજાની સવારી, રાજ્યમાં આ તારીખથી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

આ પણ વાંચો : AHMEDABAD : ખોખરા વિસ્તારમાં પાણીની ટાંકીમાંથી કોહવાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati