બિન-સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના મામલે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન, પરીક્ષા રદ થશે નહીં
બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના મામલે આજ સવારથી જ હજારો યુવાનો ગાંધીનગર તરફ કુચ કરી રહ્યા હતા. અને પરીક્ષા રદ કરવાની માગણી કરી હતી. જો કે, પોલીસે બળપ્રયોગ કરીને યુવાનોને ગોંધી રાખવાનું કામ કર્યું હતું. જે બાદ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પરીક્ષા રદ નહીં કરવામાં આવે તેવું નિવેદન આપ્યું છે. સાથે કહ્યું કે, આક્ષેપોના આધારે પરીક્ષા બ્લોકના સીસીટીવી […]

બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના મામલે આજ સવારથી જ હજારો યુવાનો ગાંધીનગર તરફ કુચ કરી રહ્યા હતા. અને પરીક્ષા રદ કરવાની માગણી કરી હતી. જો કે, પોલીસે બળપ્રયોગ કરીને યુવાનોને ગોંધી રાખવાનું કામ કર્યું હતું. જે બાદ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પરીક્ષા રદ નહીં કરવામાં આવે તેવું નિવેદન આપ્યું છે. સાથે કહ્યું કે, આક્ષેપોના આધારે પરીક્ષા બ્લોકના સીસીટીવી તપાસવામાં આવી રહ્યા છે. ગેરરીતિ મુદ્દે 2 દિવસમાં કાર્યવાહીનું આશ્વાસન પણ આપ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

