રાજકોટના લોધિકામાં BJPના અભિવાદન કાર્યક્રમમાં કોરોના નિયમોની ઐસી કી તૈસી

  • Tv9 Webdesk18
  • Published On - 16:11 PM, 4 Jan 2021
Aisi Ki Taisi of Koro's rules in BJP's salutation program in Lodhika, Rajkot

BJPના નેતાઓ તો જાણે કોરોનાથી સુરક્ષિત હોય, તેવા દ્રશ્યો રોજેરોજ સામે આવે છે. રાજકોટથી વધુ એકવાર આવા જ દ્રશ્યો સામે આવ્યા છે. લોધિકા તાલુકાના ખીરસરા ગામે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ અને મહામંત્રીનો અભિવાદન કાર્યક્રમ હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો એકઠાં થયા. આ જ કાર્યક્રમમાં સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય લાખા સાગઠિયા સહિતના આગેવાનોની હાજરી હતી. આમ તો સરકાર અમુક નિશ્ચિત સંખ્યાથી વધુ લોકોને એકઠાં થવા પર પ્રતિબંધો લગાવે છે. એટલે સુધી કે, સમૂહલગ્નનું આયોજન પણ અટકાવાઈ ચૂક્યા છે. પરંતુ આટલા લોકોને ભેગા કરવાની મંજૂરી કોણે આપી હશે, તે સવાલ હવે સામાન્ય જનતાને સતાવી રહ્યો છે.