અમદાવાદનો જન્મદિવસ: જાણો વર્લ્ડ હેરિટેજ સિટી વિશે કેટલીક અદભૂત વાતો

26 ફેબ્રુઆરી 1411ના રોજ આ શહેરના નિર્માણનો પાયો નંખાયો હતો. આજે આ શહેરમાં લાખો લોકો વસે છે અને લાખો લોકોના દિલમાં આ શહેર ધબકે છે.

અમદાવાદનો જન્મદિવસ: જાણો વર્લ્ડ હેરિટેજ સિટી વિશે કેટલીક અદભૂત વાતો
અમદાવાદનો આજે જન્મદિન
Gautam Prajapati

| Edited By: Bipin Prajapati

Feb 26, 2021 | 10:26 AM

26 ફેબ્રુઆરીનો આજનો દિવસ અમદાવાદીઓ અને દરેક ગુજરાતીઓ માટે ખુબ ખાસ છે. આજના દિવસે વર્ષ 1411માં અમદાવાદ શહેરની સ્થાપનાનો પાયો અહેમદશાહ બાદશાહે નાખ્યો હતો. આજના દિવસને અમદાવાદના જન્મદિવસ તરીકે ઓળખવામાં આવે છે. લાખો લોકોના ધબકારા દિવસભર આ શહેરમાં સંભળાય છે. અને દેશ વિદેશના લોકો આ શહેરની ગરિમા અને ઓળખને જાણવા માટે, શહેરની ધરતી પર ચાલતા ફરતા જોવા મળતા હોય છે. વર્લ્ડ હેરીટેજ સિટીનો દરજ્જો ધરાવતા આ શહેર વિશે ચાલો તમને જાનાવીએ કેટલી અજાણી વાતો.

1. 1885માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ બન્યા હતા.

2. વર્ષ 1887માં અમદાવાદ શહેરનો કુલ વિસ્તાર માત્ર 5.72 ચોરસ કિલોમીટર હતો.

3. 9 ફેબ્રુઆરી 1924થી 13 એપ્રિલ 1928 સુધી નગરપાલિકાના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા.

4. 1 જુલાઈ 1950માં અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની શરૂઆત થઇ.

5. ચિનુભાઈ ચિમનલાલ શેઠ અમદાવાદના પ્રથમ મેયર હતા.

6. અમદાવાદ શહેરના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર બી.પી.પટેલ રહ્યા.

7. 1951થી 1961માં અમદાવાદનો વિસ્તાર વધીને 92.98 ચોરસ કિલોમીટર થયો. 1971થી 1981માં જે વધીને 98.84 ચોરસ કિલોમીટર થઇ ગયો.

8. એક સમય એવો હતો જ્યારે અમદાવાદમાં 100થી પણ વધુ કાપડની મિલો કાર્યરત હતી. અને આ કારણે અમદાવાદ શહેરને માન્ચેસ્ટરની ઉપમા મળી હતી.

9. વર્ષ 1986માં અમદાવાદનું કુલ ક્ષેત્રફળ વધીને 190.84 ચોરસ કિલોમીટર થયું, બાદમાં 2008 પછી આ ક્ષેત્રફળ 466 ચોરસ કિલોમીટર થયું.

10. 14 જૂલાઈ 2017 ના દિવસે અમદાવાદ શહેરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ સિટીનો દરજજો આપવામાં આવ્યો. જે મોટી ઉપલબ્ધી ગણવામાં આવે છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati