Women’s Day : જીટીયુ સમાજ માટે ઉત્કૃષ્ટ સેવા આપનાર મહિલાઓનું સન્માન કરશે

જ્યારે મૂળ દક્ષિણ ગુજરાતના સ્વાસ્થ ક્ષેત્રે જાણીતા રેડિયોલોજીસ્ટ અને બી.જે. મેડિકલ કૉલેજના રેડિયોલોજી ડિપાર્ટમેન્ટના પ્રો. ડૉ. હેમાંગી પટેલને તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ જીટીયુ દ્વારા સન્માનવામાં આવશે.

Women's Day :  જીટીયુ સમાજ માટે ઉત્કૃષ્ટ સેવા આપનાર મહિલાઓનું સન્માન કરશે
Women's Day: GTU will honor women who have rendered outstanding service to society (ફાઇલ)
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Mar 07, 2022 | 5:16 PM

Women’s Day : જમ્મુ-કાશ્મીરમાં આંતકવાદથી પ્રભાવિત વિસ્તારોમાં સ્વાસ્થ્ય અને બાળકોના શિક્ષણ માટે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રતિભાબેન આઠવલ્લેનું સન્માન કરશે. જિમ્નેશિયમમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક મેડલ મેળવનાર નર્મદા જિલ્લાના રાજપીપળાના રીક્ષાચાલક મહેશભાઈ વસાવાની 15 વર્ષીય પુત્રી પ્રિતિ વસાવાને પણ સન્માનવામાં આવશે. અરવલ્લી જિલ્લાના શર્મિષ્ઠાબેન મનાતનું પણ જીટીયુ દ્વારા સન્માન (Honors Award)કરવામાં આવશે. જેમણે ગરીબીરેખા હેઠળ આવતી આદિવાસી મહિલાઓને સંગઠીત કરીને સ્વરોજગારી મેળવવા માટેની સરકારની વિવિધ યોજનાઓની જાગૃત્તિ લાવવાનું કાર્ય કરેલ છે.

જીટીયુ (GTU) દ્વારા સમાજ ઉત્થાન માટે ઉત્કૃષ્ટ સેવા આપનાર મહિલાઓને સન્માનિત કરીને ઈન્ટરનેશનલ વુમન્સ-ડેની ઉજવણી કરવામાં આવશે. જેમાં મહિલા સ્વરોજગાર , આતંકવાદ પ્રભાવિત ક્ષેત્રમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય તથા રમગ-ગમત ક્ષેત્રે સંકળાયેલ મહિલાઓને સન્માનિત કરવામાં આવશે. જીટીયુ અને સ્ત્રી ચેતના એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે જીટીયુ ખાતે વિદૂષી સેન્ટર ફોર વુમન ડેવલોપમેન્ટ દ્વારા ઈન્ટરનેશનલ વુમન્સ-ડેની ઉજવણી કરવામાં આવશે. જીટીયુના કુલપતિ પ્રો.નવીન શેઠના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનો શુભારંભ કરાશે. આ સંદર્ભે તેઓએ જણાવ્યું હતું કે, ન્યૂ ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સ્કીલ બેઝ્ડ પ્રતિભાઓને ફાળો અતિ આવશ્યક છે. દરેક ક્ષેત્રમાં આજની મહિલાઓ અગ્રગણ્ય હરોળમાં સ્થાન પામેલ છે. જે આત્મનિર્ભર ભારતમાં પણ વિશેષ યોગદાન પૂરું પાડશે.

સમાજ ઉત્થાન માટે ઉત્કૃષ્ટ સેવા આપનાર મહિલાઓને સન્માનિત કરીને ઈન્ટરનેશનલ વુમન્સ-ડેની ઉજવણી કરવામાં આવશે

જીટીયુ દ્વારા ન માત્ર શહેરી વિસ્તારમાં કાર્યરત અને અગ્રસ્થાન ધરાવતી મહિલાઓ પરંતુ સમાજના નબળા અને દુર્ગમ વિસ્તારની આદિવાસી સમાજની બહેનોની પ્રવૃત્તિને પણ આવકારીને તેમનું સન્માન કરવામાં આવશે. મહિલા સ્વરોજગાર , આતંકવાદ પ્રભાવિત ક્ષેત્રમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય તથા રમગ-ગમત ક્ષેત્રે સંકળાયેલ મહિલાઓને સન્માનિત કરવામાં આવશે. જેમાં જાણીતા ડેન્ટીસ્ટ ડૉ. પ્રતિભાબેન આઠવલ્લે કે, જેમણે જમ્મુ – કાશ્મીરમાં આંતકવાદથી અને નોર્થઈસ્ટના બોડોલેન્ડ અને માઓવાદીઓથી પ્રભાવિત વિસ્તારોમાં જઈને સ્વાસ્થ્ય સંબધીત કેમ્પ અને બાળકોના શિક્ષણ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે. આ કામગીરી માટે જીટીયુ તેમનું સન્માન કરશે. આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના શર્મિષ્ઠાબેન મનાતનું પણ જીટીયુ દ્વારા સન્માન કરવામાં આવશે. જેમણે ગરીબીરેખા હેઠળ આવતી આદિવાસી મહિલાઓને સંગઠીત કરીને સ્વરોજગારી મેળવવા માટેની સરકારની વિવિધ યોજનાઓની જાગૃત્તિ લાવવાનું કાર્ય કરેલ છે. આ ઉપરાંત તેમના દ્વારા બચત મંડળી પણ ચલાવીને દરેક આદિવાસી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જ્યારે મૂળ દક્ષિણ ગુજરાતના સ્વાસ્થ ક્ષેત્રે જાણીતા રેડિયોલોજીસ્ટ અને બી.જે. મેડિકલ કૉલેજના રેડિયોલોજી ડિપાર્ટમેન્ટના પ્રો. ડૉ. હેમાંગી પટેલને તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ જીટીયુ દ્વારા સન્માનવામાં આવશે. જીટીયુ દ્વારા રમત-ગમત ક્ષેત્રે યુવા પ્રતિભા અને જિમ્નેશિયમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક મેડલ મેળવનાર નર્મદા જિલ્લાના રાજપીપળાના રીક્ષાચાલક મહેશભાઈ વસાવાની 15 વર્ષીય પુત્રી પ્રિતિ વસાવાને પણ સન્માનવામાં આવશે. જેણે જિમ્નેશિયમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે 7 ગોલ્ડ , 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત કુલ 13 મેડલ મેળવેલ છે.

મહિલાઓના સન્માન કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કચ્છના જાણીતા ઉદ્યોગ સાહસિક અને હસ્તકળા થકી હજારો મહિલાઓને રોજગારી પૂરી પાડનાર પાબીબેન રબારી અને જાણીતી લેખક સોનલબેન મોદી ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો : જામનગર : ખેડૂત હિત રક્ષક સમિતી દ્વારા ફરી જમીન રીસર્વેના મુદ્દે આંદોલનના મંડાણ

આ પણ વાંચો : Banaskantha: પાણીનો પ્રશ્ન વિકટ બન્યો, પાલનપુર તાલુકાના ખેડૂતોએ ટ્રેકટર રેલી કાઢી

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">