રાજ્યનો જોડતા સૌથી લાંબા 1600 કિલોમીટરના દરિયાઈ માર્ગેથી ડ્રગ્સ (Drugs) ઘુસાડવાની નાપાક કોશિષ ડ્રગ્સ માફિયા દ્વારા થતી રહે છે. ત્યારે દરિયાઈ સીમાઓની સુરક્ષા કરવી પણ ખૂબ જરૂરી બની ગઈ છે. ડ્રગ્સની હેરાફેરી માટે મુખ્યત્વે દરિયાનો જ ઉપયોગ કરવામાં આવે છે, તેમાં પણ ગુજરાતનો દરિયા કિનારો લાંબો હોવાથી અહીં સરળતાથી અવરજવર કરી શકાય છે તેને કારણે ડ્રગ્સ માફિયાઓ દરિયાઈ માર્ગ વધુ પસંદ કરે છે. જો કે ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ તેમજ અન્ય એજન્સીઓની સતર્કતાને કારણે રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવાનો કારસો નિષ્ફળ થઈ રહ્યો છે.
આ દરેક ઓપરેશન દરમિયાન ડ્રગ્સની હેરાફેરી દરમિયાન પકડવામાં આવેલા કુલ 47 આરોપીઓ ગુજરાતની અલગ અલગ જેલોમાં કેદ છે. જેમાં 28 પાકિસ્તાનીઓ અને 3 અફઘાની નાગરિકોનો સમાવેશ થાય છે.
મહત્વપૂર્ણ છે કે આ વર્ષે ગુજરાત ATSએ એપ્રિલ મહિનામાં મુન્દ્રા બંદરે ઓપરેશન કર્યુ હતુ. ત્યારબાદ દિલ્હી અને મુઝફ્ફરનગરમાં પણ એપ્રિલમાં ઓપરેશન પાર પાડવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત પીપાવાવ પોર્ટમાં પણ એક ઓપરેશન પાર પાડવામાં આવ્યુ હતુ. ત્યારબાદ તાજેતરમાં દિલ્હી ક્રાઈમ બ્રાંચની મદદથી દિલ્હીમાં 4 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ ગત મહિને સપ્ટેમ્બરમાં કલક્તામાં સેન્ચ્યુરી CSFમાં DRI સાથે સંયુક્ત એક ઓપરેશન પાર પાડી હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર ઓપરેશનને લઈને DGP આષિશ ભાટિયાએ ATSની કામગીરીને બિરદાવતા ખાસ ઈનામની પણ જાહેરાત કરી હતી.