રાજકોટવાસીઓ આજે પરિવાર સાથે બહાર જવાનો પ્લાન કરી શકે છે, જાણો તમારા શહેરમાં આજે કેવુ રહેશે વાતાવરણ ?

દક્ષિણ ગુજરાતમાં(South Gujarat) સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, મહીસાગર અને ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી છે.જ્યારે સૌરાષ્ટ્રમાં(Saurashtra)  અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે.

રાજકોટવાસીઓ આજે પરિવાર સાથે બહાર જવાનો પ્લાન કરી શકે છે, જાણો તમારા શહેરમાં આજે કેવુ રહેશે વાતાવરણ ?
Gujarat Weather (symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 11:57 AM

રાજ્યમાં(Gujarat)  આગામી 5 દિવસ મેઘમહેર રહેશે.હવામાન વિભાગે(IMD)  આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 28 અને 29 જૂને સામાન્ય વરસાદ રહ્યા બાદ 30 જૂન અને 1 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ પડશે.રથયાત્રાના(rathyatra)  દિવસે રાજ્યમાં સાર્વત્રિક મેઘકૃપા વરસશે.દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની(heavy Rain)  આગાહી આગાહી છે.દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, મહીસાગર અને ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી છે.જ્યારે સૌરાષ્ટ્રમાં(Saurashtra)  અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે.કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આવતીકાલથી 1 જુલાઈ સુધી વરસાદ વરસશે.રાજ્યમાં જૂન મહિનામાં પોણા બે ઇંચ વરસાદ સાથે 54 ટકા વરસાદ નોંધાયો.. એટલે કે હજુ જૂન મહિનાનો 46 ટકા વરસાદ બાકી છે.

રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી

જો વિગતે હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 36 રહેશે. તેમજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.જેથી અમદાવાદીઓને ગરમીથી રાહત મળશે.તો અમરેલીમાં(Amreli) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 36 રહેશે.તેમજ હળવાથી ભેર વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આણંદમાં ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 41 રહેશે.તેમજ વરસાદની સંભાવના નહિવત છે.પરંતુ વાદળછાયુ વાતાવરણ રહેશે.

જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 35 રહેશે. ઉપરાંત વાદળછાયુ વાતાવરણ રહેતા શહેરવાસીઓને પારાવાર ગરમીથી રાહત મળશે.તો બનાસકાંઠામાં(Banaskantha) ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 37 રહેશે.ભરૂચમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ હવામાન વિભાગ દ્વારા શહેરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

સૌરાષ્ટ્રને ઘમરોળશે મેહુલિયો !

ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો બોટાદમાં(Botad) ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 36 રહેશે. ઉપરાંત શહેરમાં વરસાદ થવાની પણ સંભાવના સેવાઈ રહી છે, સાથે જ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે.બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

દાહોદમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ દાહોદવાસીઓને ગરમીથી રાહત મળશે,કારણ કે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો દક્ષિણ ગુજરાતમાં(South Gujarat) ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 34 રહેશે.તેમજ શહેરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 34 રહેશે.તો દ્વારકા વાસીઓને આજે ગરમીથી રાહત મળશે, કારણ કે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ થવાની કોઈ આગાહી કરવામાં આવી છે.જો ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 36 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે.તો ગીર સોમનાથમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

જો સૌરાષ્ટ્રમાં જામનગરના(jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 34 રહેશે.તેમજ વરસાદની નહિવત સંભાવના છે.જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના છે.જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 30 અને મહતમ તાપમાન 37 રહેશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે.જેથી શહેરીજનોને ગરમીથી રાહત મળશે.

તો ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 39 રહેશે.તેમજ 73 ટકા જેટલુ ભેજ વાતાવરણ રહેશે, પણ વરસાદ થવાની કોઈપણ શક્યતા નથી.જ્યારે ખેડામાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 35 રહેશે.બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 41 રહેશે.તેમજ દિવસ દરમિયાન લોકોને વાદળછાયા વાતાવરણનો અનુભવ થશે.ઉપરાંત મધ્ય ગુજરાતમાં મહેસાણામાં(mehsana) વરસાદ થવાની સંભાવના છે .શહેરમાં ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 36 રહેશે.જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 37 રહેશે.જ્યારે દિવસ દરમિયાન શહેરવાસીઓને વાદળછાયા વાતાવરણનો અનુભવ કરશે.કારણ કે શહેરમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે.

 વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરશે

જો નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 31 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 જોવા મળશે,ઉપરાંત વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરશે.ઉપરાંત પાટણમાં ન્યૂનતમ તાપમાન 30 અને મહતમ તાપમાન 38 નોંધાશે, તો દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ જોવા મળશે.તો પોરબંદરમાં ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 32 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની શકયતા છે.ઉપરાંત સૌરાષ્ટ્રના રંગીલા રાજકોટમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 36 નોંધાશે.આજે શહેરમાં હળવાથી ભારે વરસાદની આજે આગાહી કરવામાં આવી છે.

જો સાબરકાંઠાની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 29 અને મહતમ તાપમાન 35 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો સુરતમાં ન્યૂનમત તાપમાન 28 અને મહતમ તાપમાન 31 જોવા મળશે.શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે, તેમજ ભારે વરસાદ થવાની સંભાવના છે.તેમજ સુરેન્દ્રનગરમાં ન્યૂનમત તાપમાન 29 અને મહતમ તાપમાન 37 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન હળવા વરસાદ થવાની કોઈ સંભાવના આપવામાં નથી.ઉપરાંત તાપીમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે.સાથે જ શહેરીજોનોને ગરમીથી પારાવાર રાહત મળશે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 28 અને મહતમ તાપમાન 34 નોંધાશે.અને વલસાડમાં ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 31 નોંધાશે.તેમજ હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">