અમદાવાદ અને ગાંધીનગરમાં 33 ગુનાઓને અંજામ આપી ચૂકેલી ગેંગને વાસણા પોલીસે ઝડપી

આ ગેંગે અમદાવાદ અને ગાંધીનગરમાં હાહાકાર મચાવી દીધો હતો. છેલ્લા અનેક માસથી આ ગેંગના સભ્યોમાં નો એક આરોપી રિક્ષા ચલાવતો અને સાથે ગેંગની એક યુવતી અને સગીરાને સારા કપડામાં તૈયાર કરી પેસેન્જરના સ્વાંગમાં બેસાડતા.

અમદાવાદ અને ગાંધીનગરમાં 33 ગુનાઓને અંજામ આપી ચૂકેલી ગેંગને વાસણા પોલીસે ઝડપી
Vasana police nabbed the gang which committed 33 crimes in Ahmedabad and Gandhinagar

રીક્ષામા બેઠેલી દેખાવાડી યુવતીને જોઈને ભરમાય ન જતા.વાસણા પોલીસે આવી જ એક એવી ગેંગ પકડી છે જે યુવતીઓને રીક્ષા માં બેસાડી મુસાફરો પાસેથી લૂંટ ચલાવતી બે મહિલા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે. આની સાથે જ પોલીસે 33 ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

આ ગેંગે અમદાવાદ અને ગાંધીનગરમાં હાહાકાર મચાવી દીધો હતો. છેલ્લા અનેક માસથી આ ગેંગના સભ્યોમાં નો એક આરોપી રિક્ષા ચલાવતો અને સાથે ગેંગની એક યુવતી અને સગીરાને સારા કપડામાં તૈયાર કરી પેસેન્જરના સ્વાંગમાં બેસાડતા. જેમાં મુસાફરો આ યુવતી જોઈને વિશ્વાસ કરી લેતા અને રીક્ષામા બેસી જતા. જ્યારે બાદમાં આ ગેંગ વિશ્વાસઘાત કરી અંધારામાં કે અવાવરું જગ્યાએ લઈ જઈ રિક્ષામાં બેઠલા મુસાફરને લૂંટી લેતા હતા .

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ આરોપી રીક્ષા ચાલકની રીક્ષામા આ યુવતી અનેક સમયથી પેસેન્જર તરીકે જતી. જેથી બંને વચ્ચે વધુ સબંધ કેળવાય ગયા હતા. જ્યારે યુવતીની સગીરા મિત્ર અને રિક્ષા ચાલકનો મિત્ર એમ પાંચેય લોકોએ મળીને લૂંટ કરવાનું નક્કી કર્યું અને આ રીતે શરૂ કર્યું લોકોને લૂંટવાનું કામ

હાલ તો આરોપીઓને પોલીસે રિમાન્ડ ન મળતા જેલ ભેગા કર્યા છે.પણ સુત્રોનું માનીએ તો આવા અનેક ગુના છે જે પોલીસ ચોપડે નોંધાયા નથી.જો વધુ ગુના નોંધાયા હોત તો કદાચ આંકડો વધી શકતો પણ હાલ તો 33 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે.ત્યારે લોકોએ રિક્ષામાં બેસતા પહેલા ખરેખર ચેતવાની જરૂર છે.

આ પણ વાંચો : Kutch : કોરાધાકોર નખત્રાણા તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડયો

આ પણ વાંચો : Kisan Rail : ગુજરાતમાંથી કેળા અને ચીકુ સાથે કિસાન રેલ દિલ્હી પહોંચી, ખેડૂતોને ભાડા પર મળે છે 50% સબસિડી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati