ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Election) પડઘમ વાગી ચૂક્યા છે, પરંતુ કોંગ્રેસની (C0ngress) બાર સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે હવે રાજસ્થાનના સરકારનો વિરોધ ગુજરાત કોંગ્રેસ સહન કરી રહી હોય તેવુ લાગી રહ્યું છે. આજે રાજસ્થાનના બેરોજગાર યુવાઓ અમદાવાદ (Ahmedabad) પહોંચ્યા છે. આશરે 200થી વધુ યુવકોએ કોંગ્રેસ કાર્યાલય પર ઘેરાવ કર્યો છે. કોંગ્રેસ (Gujarat congress) ઓફિસનો ઘેરાવ કરી વિરોધ નોંધાવ્યો. એટલુ જ નહીં રાજસ્થાનના CM અશોક ગેહલોતના (CM Ashok Gehlot) વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા છે.
મહત્વનું છે કે, રાજસ્થાનના યુવા બેરોજગારો વિવિધ માંગણીઓ સાથે ગુજરાત આવ્યા છે. રાજસ્થાનથી નીકળેલી 150 કિંમી દાંડીયાત્રાહવે અમદાવાદ કાર્યલાયે પહોંચી છે. ઉપેન યાદવ દાંડી યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. રાજસ્થાન બેરોજગાર (unemloyment) યુનિફાઇડ ફેડરેશનના રાજ્ય પ્રમુખ ઉપેન યાદવે જણાવ્યું હતું કે જો બેરોજગારોની માંગણીઓ ઉકેલવામાં નહીં આવે તો ભારત જોડો યાત્રાનો વિરોધ કરશે. રાજ્યના યુવા બેરોજગારો વિવિધ માંગણીઓ માટે કોંગ્રેસ કાર્યાલયની(Congress office) બહાર સત્યાગ્રહ કરી રહ્યા છે. જો યુવા બેરોજગારોની દાંડી યાત્રા અને સત્યાગ્રહથી કોંગ્રેસ સરકાર નહીં જાગે તો ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારી છે.
(વીથ ઈનપૂટ- નરેન્દ્ર રાઠોડ, અમદાવાદ)