અમદાવાદ એરપોર્ટ પર યુકેથી એક ફ્લાઈટ પહોંચી, 270 મુસાફર અને ક્રૂ મેમ્બરના RT-PCR ટેસ્ટ કરાયા

અમદાવાદ એરપોર્ટ પર યુકેથી એક ફ્લાઈટ પહોંચી, 270 મુસાફર અને ક્રૂ મેમ્બરના RT-PCR ટેસ્ટ કરાયા

બ્રિટનમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનથી દુનિયામાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદ એરપોર્ટ પર યુકેથી એક ફ્લાઈટ પહોંચી. યુકેની ફ્લાઈટમાં અમદાવાદ પહોંચેલા અંદાજે 270 મુસાફર અને ક્રૂ મેમ્બરના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા આરોગ્ય વિભાગની 5-5 ટીમ એરપોર્ટ પર તૈનાત છે. યુકેથી આવેલા તમામ મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. જે મુસાફરોના ટેસ્ટ નેગેટિવ આવશે તેમણે પણ 7 દિવસ ક્વૉરન્ટાઈનમાં થવું પડશે. આ કોરોના ટેસ્ટના પરિણામ બપોર બાદ આવે તેવી શક્યતા છે એટલે યુકેથી આવેલી ફ્લાઈટના મુસાફરોએ કલાકો સુધી બહાર રાહ જોવી પડશે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati