UAEના પ્રેસિડેન્ટનું અમદાવાદ ઍરપોર્ટ પર પીએમ મોદીએ કર્યુ ઉષ્માભેર સ્વાગત- જુઓ વીડિયો

UAE ના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનું અમદાવાદ ઍરપોર્ટ આવી પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સ્વાગત માટે અગાઉથી ઍરપોર્ટ પહોંચી ચુક્યા હતા. પીએમ મોદીએ UAE ના પ્રેસિડેન્ટનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતુ.

| Edited By: | Updated on: Jan 09, 2024 | 9:49 PM

UAE ના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનું અમદાવાદ ઍરપોર્ટ આવી પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સ્વાગત માટે અગાઉથી ઍરપોર્ટ પહોંચી ચુક્યા હતા.  વડાપ્રધાન મોદી પ્રોટોકોલ તોડી તેમનુ સ્વાગત કરવા માટે સીધા ઍરપોર્ટ પહોંચ્યા હતા અને તેમનુ ઉષ્માભેર સ્વાગત કર્યુ હતુ, ત્યારબાદ યુએઈના પ્રેસિડેન્ટને ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

સત્કાર અને સ્વાગત સમારોહ બાદ બંને દેશોના મહાનુભાવોનો રોડ શોની શરૂઆત થઈ હતી. રોડ શોના રૂટ પર પણ વિવિધ સ્વાગત પોઈન્ટ બનાવવામામાં આવ્યા છે. મોટી સંખ્યામાં માનવ મહેરામણ પીએમ મોદી અને યુએઈના પ્રેસિડેન્ટને આવકારવા માટે બપોરના પહોંચી ચુક્યા છે. હાથમાં યુએઈ અને ઈન્ડિયાના ફ્લેગ લહેરાવી બંને મહાનુભાવોને આવકારતા જોવા મળ્યા હતા.

રોડ શો રૂટ પર ઠેર ઠેર સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા

ઍરપોર્ટથી ગાંધીનગર સુધી ઠેર ઠેર સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા છે.  પીએમ મોદીના વડાપ્રધાન બન્યા બાદ ભારતના સંયુક્ત આરબ અમિરાત સાથએ એક નવા આધ્યાયની શરૂઆત થઈ છે. અને પીએમ મોદીએ યુએઈ સાથેના સંબંધોને એક નવી ઉંચાઈએ પહોંચાડ્યા છે.  ઈન્દિરા ગાંધી બાદ 34 વર્ષ બાદ 2015માં પીએમ મોદી યુએઈની મુલાકાતે ગયા હતા. પીએમ મોદીએ તેમના કાર્યકાળ દરમિયાન 5 વાર યુએઈના પ્રવાસ કર્યા છે.

ભારત યુએઈના સંબંધો ‘થ્રી ઈ’- એનર્જી, ઈકોનોમી અને એક્સપ્રેટ્રીએટ પર આધારીત

ભારત અને યુએઈના રાજદ્વારી સંબંધો 51 વર્ષ જુના છે. બંને દેશોના સંબંધો થ્રી ઈ પર આધારિત છે જેમા એનર્જી ઈકોનોમી, એક્સપેટ્રીએટ નો સમાવેશ થાય છે. યુએઈ પાસેથી તેલ આયાત કરનાર ભારત ત્રીજા નંબરનો સૌથી મોટો દેશ છે. વર્ષ 2021-22માં અમેરિકા અને ચીન બાદ સંયુક્ત આરકબ અમીરાત ભારતનો ત્રીજો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર બન્યો છે.

ભારતમાં રોકાણ કરનાર UAE ચોથો સોથી મોટો દેશ

ભારતમાં રોકાણ કરનાર UAE ચોથો સોથી મોટો દેશ છે. UAEનું ભારતમાં રોકાણ 3 અરબ ડોલર કરતા પણ વધુ છે.  યુએઈમાં 33 લાખ જેટલા મૂળ ભારતીયો રહે છે. આગામી 4 વર્ષમાં ભારત-UAE ના આપસી વેપારનો આંક 100 અરબ ડોલર થવાનો અંદાજ છે. ખનીજ ઇંધણ, વિદ્યુત મશીનરી, રત્ન-આભૂષણો, ઓટોમોબાઇલ, ખાદ્ય તેલ, અનાજ, કોફી, ચા, મસાલા અને રસાયણ ભારતથી સૌથી વધુ નિકાસ થાય છે.

Published On - 5:52 pm, Tue, 9 January 24