ટામેટા 100ને પાર : ભાવ વધતા ભોજનની થાળીમાંથી ગાયબ થયા ટામેટા

Tomato prices on Hike : ભાવ વધતા લોકોની થાળી માંથી શાકભાજી સાથે ટામેટા ગાયબ થઈ ગયા છે. જે ટામેટા સંભાર સહિત વિવિધ શાકભાજી અને દાળમાં ઉપયોગમાં લેવાય છે.

ટામેટા 100ને પાર : ભાવ વધતા ભોજનની થાળીમાંથી ગાયબ થયા ટામેટા
Tomato prices crossed Rs 100 in Ahmedabad

AHMEDABAD : શિયાળો આવતા નવા શાકભાજી (Vegetables)ખાવાની ઋતુ આવી જતી હોય છે. પણ આ વખતે લોકોને ઋતુ હોવા છતાં ઓછી શાકભાજી ખાવાનો વારો આવ્યો છે. અને તેનું કારણ છે વધતા ભાવ. હાલમાં બજારોમાં શાકભાજી તો છે, પણ ઓછી આવક અને વધતા ભાવને લઈને બજાર નબળું ચાલી રહ્યું છે. અને તેમાં પણ લોકો પણ ભાવ વધારાને લઈને લિમિટેડ ખરીદી કરી રહ્યા છે. કેમ કે ભાવ વધે એટલે સ્વભાવિક છે કે ઘરનું બજેટ ખોરવાય. અને તેની સીધી અસર ખરીદી પર પડે. જેના કારણે લોકો પહેલા કરતા હવે ઓછું શાજભાજી ખરીદી રહ્યા છે. ભલે તે પછી શાકભાજી ખાવાની સિઝન કેમ ન હોય. અને તેમાં પણ ટામેટા (Tomato)ના ભાવે સદી વટાવતા લોકોની થાળી માંથી જ ટામેટા ગાયબ થઈ ચૂક્યા છે.

ટામેટા 100 થી 120 રૂપિયા કિલો ગૃહિણીઓની વાત માનીએ તો ટામેટા હોલસેલમાં 80 રૂપિયા કિલોના ભાવ મળી રહ્યા છે. જ્યારે રિટેઇલમાં ટામેટાના 100 થી 120 રૂપિયા કિલો ભાવ ચાલી રહ્યા છે. જે ભાવમાં પહેલા કરતા 20 થી 30 ગણો વધારો નોંધાયાનું ગૃહિણીઓ માની રહી છે. તો ટામેટા સાથે શિયાળું પાકના શાકભાજીમાં પણ 10 ટકા ભાવ વધારો નોંધાયો છે. તો બટાકાના ભાવમાં 20 ટકા જેટલો ભાવ વધારો નોંધાયો છે. એટલું જ નહીં પણ લીલા લસણના ભાવ પહેલા 100 હતા જે 120 પર પહોંચ્યા છે. ભાવ વધતા લોકોની થાળી માંથી શાકભાજી સાથે ટામેટા ગાયબ થઈ ગયા છે. જે ટામેટા સંભાર સહિત વિવિધ શાકભાજી અને દાળમાં ઉપયોગમાં લેવાય છે.

પાકને નુકસાન થતા આવકમાં ઘટાડો તો આ તરફ વેપારીની વાત માનીએ તો પાકની આવક ઘટતા અને કમોસમી વરસાદથી પાકને નુકશાન થતા ભાવ વધ્યાનું વેપારી કહી રહ્યા છે. જેમાં ટામેટાના ભાવ પહેલા કવીંટલે 4500 હતા જે હાલમાં 6000 ઉપર થયા છે. જે પાકને નુકશાન થતા બેંગલુરુ અને સંગમનેરથી આવતા પાકની આવક ઘટી. તો મહારાષ્ટ્ર અને અન્ય જગ્યા પરથી જ્યાંથી ટામેટા આવતા પાકને નુકશાન થતા આવક ઘટતા ભાવમાં વધારો થયાનું વેપારી માની રહ્યા છે.

વેપારીનું માનીએ તો કમોસમી વરસાદથી પાકને 30 ટકા જેટલું થયું નુકશાન છે. નવેમ્બરના અંત સુધી નવા પાક આવ્યા બાદ ભાવ ઘટવાની શકયતા છે. નવો પાક નહીં આવે ત્યાં સુધી વધુ ભાવે લોકોએ શાકભાજી ખરીદવા પડી શકે છે.મહત્વનું છે કે શિયાળામાં શાકભાજીની ડિમાન્ડ સામે પાક ન થતા આવક ઘટતા ભાવમાં વધારો નોંધાયો છે.

આ પણ વાંચો : ધર્માંતરણના વિવાદમાં મોટા ખુલાસા : 1 કરોડમાં ઘર વેચી હિંદુઓને ચાલ્યા જવા લાલચ અપાઈ

આ પણ વાંચો : Ahmedabad: અમૂલના 75 વર્ષ, ડૉ. કુરિયનની 100 મી જન્મજયંતિ નિમિત્તે સાયકલ રેલીનું આયોજન

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati