Gujarat : કોરોના કરતા TBનું બન્યું વધુ જોખમી, 5838 દર્દીના ટીબીના કારણે મોત

કોરોના(Corona) બાદ ગુજરાતમાં (Gujarat) ટીબીના (TB) કેસોમાં વધારો થયો છે. જ્યારે 5838 લોકોનું ટીબીના કારણે મોત થયા હતા.

Gujarat : કોરોના કરતા TBનું બન્યું વધુ જોખમી, 5838 દર્દીના ટીબીના કારણે મોત
TB becomes more dangerous than corona
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Aug 27, 2021 | 8:50 PM

કોરોના(Corona) બાદ ગુજરાતમાં (Gujarat) ટીબીના (TB) કેસોમાં વધારો થયો છે. ગુજરાતમાં ટીબીના દરરોજ 450થી 500 કેસો નોંધાય છે. કોરોના સમયે દર અઠવાડિયે ટીબીના 1500 કેસો આવતા હતા. જે હવે વધીને દર અઠવાડિયામાં 2500 કેસો આવે છે. ગત વર્ષે ગુજરાતમાં ટીબીના 1.20 લાખ કેસો નોંધાયા હતા.

જ્યારે 5838 લોકોનું ટીબીના કારણે મોત થયા હતા. ગત વર્ષે 80650 ટીબીના દર્દીઓની ડ્રગ રેજીસ્ટન્ટ તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 2820 દર્દીઓને ડ્રગ રેજીસ્ટન્ટ એટલે કે ગંભીર પ્રકારના ટીબીના કેસો સામે આવ્યા હતા. કેન્દ્ર સરકારે 2025 સુધીમાં ટીબી મુક્ત ભારત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ત્યારે ગુજરાતમાં ટીબીના નિર્મૂલન માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

ટીબી નિવારણ વિભાગ દ્વારા ટીબીની તપાસ માટે ગુજરાતમાં અત્યાધુનિક સાધનો ધરાવતી લેબોરેટરી કાર્યરત કરવામાં આવી છે. ટીબીના નિદાન માટે ગુજરાતમાં 2071 ડેઝીગ્નેટેડ માઈક્રોસ્કોપીક સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. ગંભીર પ્રકારના ટીબીના નિદાન માટે 3 કલ્ચર લેબોરેટરી, 71 સીબીનાટ લેબોરેટરી અને 77 ટ્રુનાટ લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

શહેરી અને ગ્રામ્ય કક્ષાએ 38380 ડોટ સેન્ટરો બનાવવામાં આવ્યા છે. જ્યારે ગંભીર પ્રકારના ડ્રગ રેજીસ્ટન્ટ ટીબીની સારવાર માટે 5 નોડલ ડીઆર ટીબી સેન્ટર કાર્યરત છે. ટીબીને નાબૂદ કરવા માટે પ્રાઇવેટ સેક્ટરનો ફાળો મહત્વનો છે. ટીબીના 30થી 35 ટકા દર્દીઓ પ્રાઇવેટ સેક્ટરમાં ટ્રીટમેન્ટ લેશે. ત્યારે પ્રાઇવેટ સેક્ટરને પણ સરકારના ટીબી મુક્ત અભિયાનમાં જોડવામાં આવ્યું છે. ગુજરાતમાં 1400થી વધારે પ્રાઇવેટ ડોકટરો ટીબીની સારવાર કરે છે.

જેમની નોંધણી સરકારના નિક્ષય સૉફ્ટવેરમાં કરવામાં આવી છે. પ્રાઇવેટ ડોક્ટરો દ્વારા સારવાર કરી રહેલા ટીબીના દર્દીઓની નોંધણી કરવામાં આવે છે. પ્રાઇવેટ હોસ્પિટલ અને ક્લિનિકમાં સારવાર કરતા 43372 દર્દીઓની નોંધણી 2020માં કરવામાં આવી છે.

ગુજરાતમાં 2017માં 1.38 લાખ, 2018માં 1.54 લાખ, 2019માં 1.59 લાખ અને 2020માં 1.20 લાખ ટીબીના દર્દીઓ નોંધાયા છે. ગંભીર પ્રકારના ટીબી માટે બેડાકવીલીન અને ડેલામિનાડ નામની દવાની સારવાર માટે આખા રાજ્યને આવરી લેવામાં આવ્યું છે. ગુજરાતમાં બેડાકવીલીન નામની નવી દવાની ઇન્જેક્શન વગરની સારવાર શરૂ કરવામાં આવી છે. આ સારવાર ગંભીર પ્રકારના ટીબીના દર્દીઓ માટે કારગત સાબિત થઈ છે. આ ટૂંકાગળાની ઇન્જેક્શન વગરની સારવાર છે.

2025 સુધીમાં ટીબી નાબૂદ કરવાના ભારત સરકારના લક્ષ્યને પૂર્ણ કરવા રાજ્ય ક્ષય તાલીમ અને નિદર્શન કેન્દ્ર દ્વારા વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ડીજીટલ સાધનો અને આધુનિક સારવારની પદ્ધતિ દ્વારા ટીબીનું નિદાન અને સારવાર કરવામાં આવી રહી છે. રાજ્યની તમામ મેડિકલ કોલેજોને ટીબીના કાર્યક્રમમાં સાંકળવામાં આવી છે.

ન્યુટ્રીશન સેન્ટરમાં દાખલ તમામ બાળકોનું ટીબીનું સ્ક્રીનીંગ શરૂ કરવામાં આવ્યું છે. ટીબીની સારવાર કરતા ખાનગી ક્ષેત્રના 80 ટકા ડોક્ટરોને સરકારના આ કાર્યક્રમમાં જોડવામાં આવ્યા છે.

પ્રાઇવેટ કેમિસ્ટને પણ TB કાર્યક્રમમાં સાંકળવામાં આવ્યા છે. ખાનગી ક્ષેત્રના 80થી 90 ટકા ડોક્ટરોને સરકારના ટીબી નિવારણ કાર્યક્રમ સાથે જોડવામાં આવ્યા છે. લોકોમાં ટીબીની નિદાન અને સારવાર માટે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ માટે ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ અને પ્રિવેન્ટની કામગીરી પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. MDR જેવી ઝેરી ટીબીની તપાસ માટેની નેશનલ લેબોરેટરી ગુજરાતમાં અમદાવાદમાં છે.

રાજ્ય ક્ષય તાલીમ અને નિદર્શન કેન્દ્રના જોઈન્ટ ડાયરેક્ટર સતીશ મકવાણાએ જણાવ્યું હતું કે ટીબીને કારણે 10થી 15 ટકા દર્દીઓને માનસિક આરોગ્ય પર અસર થાય છે. વિશ્વના ચોથા ભાગના ટીબીના દર્દીઓ ભારતમાં છે. ભારતમાં દર વર્ષે 26 લાખ ટીબીના નવા દર્દીઓ ઉમેરાય છે.

ગુજરાતમાં દર વર્ષે 1.5 લાખ ટીબીના નવા દર્દીઓ નોંધાય છે. ત્યારે 2025 સુધીમાં ટીબી નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તે દિશામાં રાજ્યનો ટીબી વિભાગ કાર્યરત થયો છે અને ટીબીના નિવારણ માટે અનેક નવી પહેલ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : KUTCH :વરસાદ ખેંચાતા અબડાસાના નલિયામાં ટેન્કરથી પાણી આપી પાક બચાવવા ખેડૂતો મજબૂર બન્યા

આ પણ વાંચો :સંસદનાં અધ્યક્ષોનું વિશ્વ સંમેલન આ વર્ષે વિએના ખાતે મળશે, લોકસભાનાં અધ્યક્ષ અને રાજ્યસભાનાં ઉપસભાપતિ કરશે દેશનું નૈતૃત્વ

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">