Ahmedabad માં ઉત્સાહપૂર્ણ રીતે નીકળ્યા તાજીયા જુલૂસ,જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે સ્વાગત કર્યું

દેશભરમાં મુસ્લિમ ધર્મના તહેવાર મોહરમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અમદાવાદ ખાતે પણ આ તહેવારને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોમી એકતાના પ્રતીક તાજીયા જુલૂસને સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે સ્વાગત કર્યું હતું

Ahmedabad માં ઉત્સાહપૂર્ણ રીતે નીકળ્યા તાજીયા જુલૂસ,જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે સ્વાગત કર્યું
Ahmedabad Tajiya
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Aug 09, 2022 | 8:52 PM

આજે દેશભરમાં મુસ્લિમ ધર્મના તહેવાર મોહરમની(Muharram)  ઉજવણી કરવામાં આવી હતી જેમાં અમદાવાદ(Ahmedabad) ખાતે પણ આ તહેવારને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોમી એકતાના પ્રતીક તાજીયા (Tajiya) જુલૂસને સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં જગન્નાથ મંદિરના અન્ય ટ્રસ્ટીઓ સાથે અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી અને સેકટર ૧ – આર વી અસારી, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ના એડિશનલ કમિશનર પ્રેમવીર સિંહ તથા ધારાસભ્ય ઇમરાન ખેડા વાલા અને હિંમતસિંહ પટેલની સાથે સાથે અમદાવાદ વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ ની સાથે સાથે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ બક્ષી એ હાજરી આપી હતી.

પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો

આજે મુસ્લિમ ધર્મના દોહિત્ર ઇમામ હુસેનની શહાદતનો દિવસ અને અમદાવાદ શહેરમાં પણ આ દિવસ એટલે કે મોહરમની ઉજવણી કરવામાં આવી કે જ્યાં અમદાવાદ શહેરમાં મુસ્લિમ ધર્મના લોકો વિવિધ તાજીયા અને જુલૂસ નિકાળયા હતા. આ સમગ્ર તાજીયા અને જુલૂસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ભેગા થયા હતા.જેમાં કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

કોરોના કારણે આખરે 2 વર્ષ પછી તાજિયા જૂલુસમાં નીકળ્યું

મોહરમનાં તહેવાર નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પરેશન દ્વારા વિશાળ ડોમ પણ સીદી સૈયદની જાળી પાસે તૈયાર કરવામાં આવ્યો હતી કે જ્યાં મહંત દિલીપ દાસજી મહારાજ અને અન્ય આગેવાનો એ તાજીયાનું સ્વાગત કરી ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. કોરોના કારણે આખરે 2 વર્ષ પછી તાજિયા જૂલુસમાં નીકળ્યું છે. જેમાં આ વખતે 93 તાજિયા, 24 અખાડા, 78 ઢોલ તાસા, છૈય્યમ પાર્ટીઓ, 20 લાઉડ સ્પીકર, 24 ટ્રક અને 10 મિની ટ્રક ઉપરાંત ઊંટ ગાડી સામેલ થયા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

મુસ્લિમ ધર્મમાં મોહરમના દિવસે તાજીયા કાઢવાનું વિશેષ મહત્વ

મુસ્લિમ ધર્મમાં મોહરમના દિવસે તાજીયા કાઢવાનું વિશેષ મહત્વ હોય છે. માન્યતા મુજબ શિયા મુસ્લિમો તાજીયા દ્વારા પોતાના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપે છે. મોહરમના દસ દિવસ સુધી વાંસ, લાકડી અને અન્ય સજાવટના સામાનથી તેને સજાવવામાં આવે છે અને 11માં દિવસે તેને બહાર કાઢવામાં આવે છે અને ત્યારબાદ રસ્તાઓ પર ફેરવવામાં આવે છે.  એક રીતે 60હિજરીમાં શહીદ થયેલા લોકોને આ પ્રકારે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">