ગુજરાતમાં વધ્યુ સ્વાઇન ફ્લૂનું સંકટ, અમદાવાદ, સુરત અને રાજકોટમાં વધ્યા સ્વાઇન ફ્લૂના કેસ

ગુજરાતમાં હવે સ્વાઇન ફ્લૂએ (Swine flu) ચિંતા વધારી છે. ગુજરાતમાં અમદાવાદ(Ahmedabad) , સુરત (Surat) અને રાજકોટમાં (Rajkot) સ્વાઇન ફ્લૂના કેસમાં દિવસે દિવસે વધારો નોંધાતો જઇ રહ્યો છે.

ગુજરાતમાં વધ્યુ સ્વાઇન ફ્લૂનું સંકટ, અમદાવાદ, સુરત અને રાજકોટમાં વધ્યા સ્વાઇન ફ્લૂના કેસ
અમદાવાદમાં વધી રહ્યા છે સ્વાઇન ફ્લૂના કેસ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2022 | 11:58 AM

ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં જુદા જુદા રોગચાળાએ જાણે માઝા મુકી છે. એક તરફ કોરોના (Corona) મહામારીમાંથી હજુ તો માંડ થોડી રાહત મળી છે. ત્યાં હવે બીજી મંકી પોક્સ અને લમ્પી વાયરસ જેવા રોગો પણ ફેલાયા છે. આ બધા વચ્ચે ગુજરાતમાં હવે સ્વાઇન ફ્લૂએ (Swine flu) ચિંતા વધારી છે. ગુજરાતમાં અમદાવાદ(Ahmedabad) , સુરત (Surat) અને રાજકોટમાં (Rajkot) સ્વાઇન ફ્લૂના કેસમાં દિવસે દિવસે વધારો નોંધાતો જઇ રહ્યો છે. સુરતમાં એક વૃદ્ધનું સ્વાઇન ફ્લૂથી મોત થયુ છે અને વધુ 11 કેસ નોંધાયા છે. બીજી તરફ અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના કેસ વધીને 32 થયા છે. તો રાજકોટમાં પણ સ્વાઇન ફ્લૂથી એક દર્દીનું મોત થયુ છે.

સુરતમાં એક દર્દીનું સ્વાઇન ફ્લૂથી મોત

સુરત શહેરમાં એક બાજુ કોરોનાનું સંકટ યથાવત છે. ત્યાં બીજી તરફ હવે સ્વાઇન ફ્લૂએ પણ શહેરને ભરડામાં લીધુ છે. સુરતમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. દિન પ્રતિદીન વધતા સ્વાઇન ફ્લૂના કેસોએ ચિંતા વધારી છે. સુરતમાં હવે સ્વાઇન ફ્લૂના નવા 11 કેસ નોંધાયા છે. જેના કારણે સુરતનું આરોગ્ય તંત્ર પણ હવે એકશન મોડમાં આવી ગયુ છે. સુરતના આરોગ્ય તંત્ર દ્વારા તકેદારીના ભાગ રુપે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એક સ્પેશિયલ સ્વાઇન ફ્લૂનો વોર્ડ ઊભો કરી દેવામાં આવ્યો છે. સાથે જ જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યુ છે. સાથે જ સાવચેતી પણ વધારી દેવામાં આવી છે.

સ્વાઇન ફ્લૂના કારણે વધુ એક દર્દીનું મોત થયુ છે. સુરતમાં કોઝવે રોડ વિસ્તારના 59 વર્ષીય વૃદ્ધાનું થયું મોત થયુ છે. આમ સ્વાઇન ફ્લૂથી અત્યાર સુધીમાં ચારના મોત થયા છે. બીજી તરફ સુરતમાં સ્વાઇન ફ્લૂના નવા 11 કેસ નોંધાયા છે. ત્યારે ચોમાસા દરમિયાન સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થવાની શક્યતા છે. વધતા સ્વાઈન ફ્લૂના કેરને લઈ મનપાનું આરોગ્ય વિભાગ ચિંતામાં છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના કેસ વધ્યા

કોરોના વચ્ચે અમદાવાદ શહેરમાં સ્વાઈન ફલૂના કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના દર્દીનો આંકડો 32 થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં એક 10 માસના બાળક અને 10 વર્ષના બાળકનો સ્વાઈન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ બંને બાળકોને પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ કરાયા હતા, જોકે હવે તેમને આઈસોલેશન વોર્ડમાં રખાયા છે. 10 માસનું બાળક હાઈફ્લો ઓક્સિજન ઉપર છે. જ્યારે સોલા સિવિલમાં 70 વર્ષીય દર્દી સ્વાઈન ફ્લૂ મુક્ત થતાં જનરલ વોર્ડમાં શિફ્ટ કરાયા છે. બીજીતરફ અસારવા સિવિલમાં સ્વાઈન ફ્લૂના એક દર્દીને રજા અપાઈ છે.

રાજકોટમાં એક દર્દીનું મોત

રાજકોટમાં સતત વધી રહેલા રોગચાળા વચ્ચે કોરોના અને સ્વાઇન ફ્લૂનો ડબલ એટેક થયો છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી 1 દર્દીનું મોત નિપજ્યું છે. વરસાદી ઋતુ તેમજ મિશ્ર ઋતુને કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થઇ રહ્યો છે. સ્વાઇન ફ્લૂને લઇને આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલોમાં જરૂરી દવાનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. સ્વાઇન ફ્લૂના લક્ષણો ધરાવતા દર્દીઓને આઇસોલેટ રહેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">