Ahmedabad : સુપ્રિમ કોર્ટના આદેશ બાદ અમદાવાદ કોર્પોરેશનના આ વોર્ડની શનિવારે હાથ ધરાશે પુન: મતગણતરી

અમદાવાદ કુબેરનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ મોહનાણીને 23 ફેબ્રુઆરીએ મત ગણતરી કર્યા બાદ વિજેતા ઉમેદવારનું પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યું હતું. પરંતુ 26 ફેબ્રુઆરી 2021ના સવારે જગદીશભાઈને કહેવામાં આવ્યું કે તમે જીત્યા નથી. જેને લઈને જગદીશ મોહનાણીએ વાંધો ઉઠાવ્યો કે હાર થઈ તો પછી વિજેતા થયાનું પ્રમાણપત્ર શા માટે આપવામાં આવ્યું.

Ahmedabad : સુપ્રિમ કોર્ટના આદેશ બાદ અમદાવાદ કોર્પોરેશનના આ વોર્ડની શનિવારે હાથ ધરાશે પુન: મતગણતરી
Ahmedaad Corporation (File Image)
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 06, 2022 | 5:44 PM

અમદાવાદ મહાનગર પાલિકામાં(AMC)2021માં યોજાયેલી ચૂંટણીમાં 23 ફેબ્રુઆરી થયેલી મતગણતરીમાં(Recounting) કુબેરનગર વોર્ડમાં(Kubernagar)ઉભી થયેલી વિજેતા ઉમેદવાર અંગેની વિસંગતા બાદ સુપ્રિમ કોર્ટના આદેશ બાદ શનિવારે આ વોર્ડની પુન: મત ગણતરી કરવામાં આવશે. વર્ષ 2021માં અમદાવાદ મહાનગરપાલિકાની સત્તા ભાજપ પાસે આવી હતી. જેમાં  અમદાવાદ મહાનગરપાલિકાના કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસ પેનલની જીત જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ મોહનાણીને 23 ફેબ્રુઆરીએ મત ગણતરી કર્યા બાદ વિજેતા ઉમેદવારનું પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યું હતું. પરંતુ 26 ફેબ્રુઆરી 2021ના સવારે જગદીશભાઈને કહેવામાં આવ્યું કે તમે જીત્યા નથી. જેને લઈને જગદીશ મોહનાણીએ વાંધો ઉઠાવ્યો કે હાર થઈ તો પછી વિજેતા થયાનું પ્રમાણપત્ર શા માટે આપવામાં આવ્યું. જેને લઈ જગદીશભાઈ હાઇકોર્ટમાં ગયા હતા.

જો કે ત્યાં અરજી ફગાવતા ઉમેદવાર જગદીશ મોહનાણી હાર્યા નહિ એ તેઓ સુપ્રીમ કોર્ટ ગયા જ્યાં સુપ્રીમ કોર્ટ દવારા પુનઃ મતગણતરી કરવા આદેશ કરવામાં આવ્યો છે. જેને લઈ શનિવારે એલ ડી એન્જીનીયરીંગ ખાતે પુનઃ મતગણતરી થશે. જે મતગણતરીને લઈને અરજદાર જગદીશ મોહનાણીએ ન્યાય તંત્રની પ્રક્રિયા પર વિશ્વાસ મૂકી જે પરિણામ આવે તેને સ્વીકારવા જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તંત્ર દ્વારા શનિવારે મતગણતરી હાથ ધરાશે. જેમાં મતગણતરીને લઈને શુક્રવારે સ્ટ્રોંગરૂમમાંથી ઇવીએમ એલ ડી કોલેજ લઈ જવાયા. પોલીસના બંદોબસ્ત વચ્ચે ઇવીએમ લઈ જવાયા. જેથી ફરી કોઈ વિવાદ ઉભો ન થાય.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

અમદાવાદ મહાનગરપાલિકાની કુબેરનગર વોર્ડની મતગણતરીમાં 2021માં ચુંટણી લડેલા ઉમેદવારોને નીચે મુજબ મત મળ્યા હતા.

1) ઊર્મિલાબેન પરમાર  કોંગ્રેસના ઉમેદવારને 18407 મત મળ્યા હતા.

1) મનીષાબેન વાઘેલા ભાજપના ઉમેદવાર15235ને મત મળ્યા હતા.

2) કામિનીબેન ઝા કોંગ્રેસના ઉમેદવારને 17697 મત મળ્યા હતા

2) ગીતાબેન ચાવડા ભાજપના ઉમેદવારને 17656  મળ્યા હતા

3) નિકુલસિંહ તોમર કોંગ્રેસ ઉમેદવારને 17292  મત મળ્યા હતા

3) પવન શર્મા ભાજપના ઉમેદવારને  15437 મત મળ્યા હતા

4)જગદીશભાઈ મોહનાણી કોંગ્રેસના ઉમેદવારને 16992  મત મળ્યા હતા

4) રાજા રતવાણી ભાજપના ઉમેદવારને 14778 મત મળ્યા હતા.

જ્યારે વર્ષ 2015માં જગદીશ મોહનાણી ચૂંટણી લડ્યા અને તેમાં તેઓ હાર્યા હતા. જે બાદ 2021ની ચૂંટણીમાં જગદીશ મોહનાણી ચૂંટણી લડયા હતા. તેમના સ્થાને ભાજપના ગીતા ચાવડાને વિજેતા જાહેર કરાયા હતા. અને જો પુનઃ મત ગણતરીમાં પરિણામ ધારેલું આવે તો કુબેરણગર વોર્ડમાં જગદીશ મોહનાણીને વિજેતા જાહેર કરાતા ભાજપનો ગઢ ગણાતી બેઠક પર ચાર બેઠક કોંગ્રેસની થશે અને જો જે હતું તે જ પરિણામ આવશે તો જગદીશ મોહનાણીની ફરી હાર થશે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">