AHMEDABAD : રખડતા ઢોર અંગે AMCની હેલ્થ કમિટીનો નિર્ણય, મંદિર પાસે જાહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ

રખડતા ઢોર અંગે AMCની હેલ્થ કમિટીએ લીધેલા આ નિર્ણયથી વિવાદ ઉભો થઇ શકે એમ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 7:03 PM

AHMEDABAD : અમદાવાદ શહેરમાં રખડતાં ઢોરોનો મોટો પ્રશ્ન છે. ત્યારે હવે શહેરમાં ધાર્મિક સ્થળો સહિત જાહેરમાં ઘાસચારો વેચનારાઓને હટાવાશે.હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીએ AMCને કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.રખડતા ઢોરોને લઇને કડક કાર્યવાહી કરવામાં નથી આવતી, ત્યારે આજે મળેલી હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં જાહેરમાં તેમજ ધાર્મિક સ્થળોની આસપાસ જ્યાં પણ ઘાસચારાનું વેચાણ કરવામાં આવે છે, આ લોકોને ત્યાંથી દૂર કરવા અને ઘાસચારો ન વેચવા દેવા સૂચના આપવામાં આવી છે. હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટિના ચેરમેન ભરત પટેલે કહ્યું કે જે પણ જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરે છે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે.

જો કે રખડતા ઢોર અંગે AMCની હેલ્થ કમિટીએ લીધેલા આ નિર્ણયથી વિવાદ ઉભો થઇ શકે એમ છે. ઉલ્લેખનીય છે કે રખડતા ઢોરને પકડવા અમદાવાડ મહાનગરપાલિકાએ ટીમમાં વધારો પણ કર્યો છે. હવે વધુ 5 ટીમો અમદાવાદ શહેરમાં રખડતાં ઢોરો પકડશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઘાટલોડિયાના ભાજપના કોર્પોરેટર મનોજ પટેલે અમદાવાદ શહેરમાં રખડતા ઢોરને ન પકડવા અંગે અધિકારીઓ હપ્તા વસૂલે છે એવા આક્ષેપ કર્યા હતા. મનોજ પટેલે ઉત્તર પશ્ચિમ ઝોનની બેઠકમાં રખડતા ઢોર મુદ્દે કેટલાક ગંભીર આક્ષેપ કર્યા હતા.તેમણે કહ્યું હતું કે લોકોના પ્રશ્નો ઉકેલવા અધિકારીઓ કામ નથી કરતા. અધિકારીઓ અને કમિશનરને અનેકવાર ફોટો અને વીડિયો મોકલવા છતાં કોઈ કામગીરી કરવામાં નથી આવતી.

આ પણ વાંચો : બીટકોઈન અને ક્રીપ્ટોકરન્સી અંગે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, બીટકોઈન ભારતમાં માન્ય થશે કે નહીં, જાણો અહી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">