Ahmedabad કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી અપાઈ

સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં શહેરના સ્વચ્છતા માટે દરેક ઝોનમા રાત અને દિવસ સફાઈ કરવા સુચના આપવામાં આવી છે. તેમજ રોડ રસ્તાઓ પર આવતા ઝાડને હટાવીને સાઈડમા મુકવાનો પ્રોજેકટ શરૂ કરવા પર વિચારણા કરવામાં આવી હતી.

Ahmedabad કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી અપાઈ
Standing committee of Ahmedabad Corporation approved various development works (File photo)
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Aug 05, 2021 | 7:12 PM

અમદાવાદ(Ahmedabad)મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમીટી(Standing Committee)ની બેઠકમાં ભૂગર્ભ ટાંકી, સુએજ પ્લાન્ટ, ડ્રેનેજ લાઈન સહિત કુલ 27 કરોડના વિકાસલક્ષી કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શહેરના 10 કરોડના આરસીસી રોડને પણ મંજૂરી આપવામાં આવી છે. જયારે શહેરમાં હાલમાં ચાલી રહેલા રોડને થીગડા મારવાના કામો થોડા દિવસમા કામ પૂર્ણ થશે.

સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં શહેરના સ્વચ્છતા માટે દરેક ઝોનમા રાત અને દિવસ સફાઈ કરવા સુચના આપવામાં આવી છે. તેમજ રોડ રસ્તાઓ પર આવતા ઝાડને હટાવીને સાઈડમા મુકવાનો પ્રોજેકટ શરૂ કરવા પર વિચારણા કરવામાં આવી હતી. જેમાં ટ્રી ટ્રાન્સપ્લાન્ટરનો ઉપયોગ મશીન ભાડે રાખીને તેમના પ્લાન્ટ શિફ્ટ કરી શકશે. જેનો લાભ લોકોને પણ મળશે

• રૂા. ૨૭ કરોડથી વધુના ખર્ચે શહેરમાં ભુગર્ભ ટાંકી બનાવવા, ડ્રેનેજ લાઈન નાંખવા, બોરવેલ બનાવવા, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વોટર ડીસ્ટ્રીબ્યુશન પંપીંગ સ્ટેશન અપગ્રેડેશન તથા મેન્ટેનન્સની કામગીરી કરાશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

* રૂા. ૧૦ કરોડથી વધુના ખર્ચે શહેરમાં આર.સી.સી. રોડ, પેવર બ્લોક લગાવવા, કંપાઉન્ડ વોલ બનાવવા જેવા કાર્યો હાથ ધરાશે.

મેયર કિરીટભાઈ પરમાર, ડે. મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ભાજપ નેતા ભાસ્કરભાઇ ભટ્ટ તથા દંડક અરૂણસિંહ રાજપૂતે માહિતી આપતા જણાવ્યું કે, સ્ટેન્ડીંગ કમિટી હોલ, દાણાપીઠ ખાતે મળેલ સ્ટેન્ડીંગ કમિટીમાં એસ્ટેટ, વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી, રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી તથા મટીરીયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઝ કમિટીના કામોને મંજૂરી આપી છે.

• પૂર્વ ઝોનના નિકોલ વોર્ડમાં ભિક્ત સકલ પાસેના મ્યુ. પ્લોટમાં 6.28 કરોડના ખર્ચે ભુગર્ભ ટાંકી બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી. • ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં રૂા. ૯૪ લાખના ખર્ચે તેમજ દક્ષિણ પશ્ચિમ ઝોનના વેજલપુર વોર્ડમાં રૂા. ૧.૧૩ કરોડના ખર્ચે ડ્રેનેજ તથા સ્ટ્રોમ વોટર લાઈન સફાઇના કામને મંજૂરી આપવામાં આવી. • દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં રૂા. ૪૦ લાખના ખર્ચે નવી ડ્રેનેજ લાઈન નાંખવાના કામને મંજુરી આપવામાં આવી. • વાસણા ખાતે આવેલ ૨૪૦ એમ.એલ.ડી. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રૂા. ૫ કરોડના ખર્ચે ઈલેક્ટ્રી મિકેનીકલ મશીનરી તેમજ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સના કામને મંજૂરી આપવામાં આવી. • ઉત્તર દક્ષિણ પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં નવા વોટર ડીસ્ટ્રીબ્યુશન પંપીંગ સ્ટેશનમાં રૂા. ૫.૪૨ કરોડના ખર્ચે ઈલેક્ટ્રિક મિકેનીકલ ઈક્વિપમેન્ટ્સ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સના કામને મંજૂરી આપવામાં આવી. • પિરાણા ખાતેના ૧૮૦ એમ.એલ.ડી. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રૂા. ૬ કરોડના ખર્ચે જરૂરી એસ.આઈ.ટી.સી.ની કામગીરી તથા ઓપરેશન એન્ડ મેન્ટેનન્સના કામને મંજૂરી આપવામાં આવી. • દક્ષિણ ઝોનના દાણીલીમડા વોર્ડમાં રૂા. ૪૦ લાખના ખર્ચે નવા બોરવેલ બનાવવા કામને મંજૂરી આપવામાં આવી. • રૂા. ૬૦ લાખના ખર્ચે ઉત્તર તથા દક્ષિણ પશ્ચિમ ઝોનના બોપલ ઘુમા વિસ્તારમાં આવેલ ૨૩ જેટલા બોરવેલના સબપંપના રીપેરીંગના બે વર્ષના કોન્ટ્રાક્ટને મંજૂરી આપવામાં આવી. • રૂા. ૪૦ લાખના ખર્ચે ઉત્તર દક્ષિણ પશ્ચિમ ઝોનમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલ વોટર પંપીંગ સ્ટેશનોના ઓપરેશન એન્ડ મેન્ટેનન્સના કામને મંજૂરી આપવામાં આવી. • રૂ।. ૯૪ લાખના ખર્ચે દક્ષિણ ઝોનના જુદા જુદા વિસ્તારોમાં આવેલ સુએજ પંપીંગ સ્ટેશનોના ઓપરેશન એન્ડ મેન્ટેનન્સના કામને મંજૂરી આપવામાં આવી. • રૂા. ૩૫ લાખના ખર્ચે દક્ષિણ તથા પૂર્વ ઝોનમાં આવેલ ડ્રેનેજ/સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનના ઓપરેશન એન્ડ મેન્ટેનન્સના કામને મંજૂરી આપવામાં આવી. • દક્ષિણ ઝોનના ઈસનપુર અને વટવા વોર્ડમાં રૂા. ૧.૭૭ કરોડના ખર્ચે આર.સી.સી. રોડ બનાવવા તથા પેવર બ્લોક લગાવવાના કામને મંજૂરી આપવામાં આવી. • ઉત્તર પશ્ચિમ ઝોનના જુદા જુદા વોર્ડમાં રૂા. ૨ કરોડના ખર્ચે રસ્તાઓના પેચવર્ક કરવાના કામને મંજૂરી આપવામાં આવી. • દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં જુદી જુદી જગ્યાએ રૂા. ૯૧ લાખના ખર્ચે અને બહેરામપુરા – પિરાણા રોડ પર આવેલ ડમ્પ સાઈટ ખાતે રૂા. ૨.૬૮ કરોડના ખર્ચે કંપાઉન્ડ વોલ બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી.

• પિરાણા ડમ્પ સાઈટ ખાતે ટ્રોમેલ મશીનો માટે ઈલેક્ટ્રીક માળખું ઉભું કરવા અને ઈલેક્ટ્રીક પાવર સપ્લાય સંબંધિત મેન્ટેનન્સ અંગેની કામગીરી કરવા રૂા. ૨.૫૨ કરોડના કામને મંજૂરી આપવામાં આવી. * દક્ષિણ પશ્ચિમ ઝોનના વેજલપુર વોર્ડમાં નવનિર્મિત કોમ્યુનિટી હોલ તથા પાર્ટી પ્લોટ જાહેર જનતાના ઉપયોગ અર્થે મુકવા તથા દૈનિક ભાડાના દર નક્કી કરવાના કામને મંજૂરી આપવામાં આવી.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">