પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા એસ.ટી નિગમ યુનિયનની 9 જૂનથી આંદોલનની ચીમકી

ગુજરાત એસ.ટી. નિગમના (ST) કર્મચારીઓએ તેમના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા આંદોલનની ચીમકી આપી હતી. આંદોલન માટે તેઓ 9 જૂનથી 17 તારીખ દરમિયાન વિવિધ પ્રકારે દેખાવ કરશે.

પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા એસ.ટી નિગમ યુનિયનની 9 જૂનથી આંદોલનની ચીમકી
Gujarat ST Union
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 03, 2022 | 3:38 PM

યુનિયન ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન (મજુર મહાજન) (S.T), ગુજરાત રાજય એસ.ટી.કર્મચારી મહામંડળ (INTUK) અને  ગુજરાત એસ.ટી. મઝદૂર મહાસંઘ (B.M.S.) દ્વારા છેલ્લા ઘણા સમયથી કર્મચારીના પડતર પ્રશ્નો મુદ્દે આંદોલન થયા હતા અને સરકારે તેમના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી. આ સમય મર્યાદા વિતી ગઈ હોવા છતાં યુનિયનની માંગણી ન સંતોષાતા એસ.ટી નિગમ ફરીથી લડી લેવાના મૂડમાં છે અને સરકારને પોતાનો સંદેશો આપવા તેઓ  અઠવાડિયા સુધી દેખાવો કરશે અને બાદમાં માસ સીએલ પર ઉતરશે.

ઉલ્લેખનીય છે કે એસટી યુનિયને ઓક્ટોબર 2021માં હડતાલ પાડી હતી. હવે 8મહિના બાદ ફરીથી એસટી નિગમના માન્ય સંગઠનોના સંકલન સમિતિની બેઠક મળી હતી અને બેઠકમાં આંદોલનનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આ નિર્ણય અંતર્ગત તારીખ 9 જૂન તેમજ 10 જૂન 2022ના રોજ નિગમના તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ દરમિયાન વિરોધ પ્રદર્શન કરશે.

તો 11-6 તેમજ 12-6-22ના રોજ નિગમના તમામ કર્મચારીઓ નિયત યુનિફોર્મ પહેર્યા વિના પોતાની ફરજ બજાવશે. જ્યારે તારીખ13 જૂન તેમજ 14 જૂનના રોજ રિશેષના સમયે કર્મચારીઓ પોતાના ફરજના સ્થળે એટલે કે વર્કશોપ ડેપો બસસ્ટેશન, ડેપો વર્કશોપખાતે નિગમની પ્રિમાઈસીસની બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવશે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

સાથે જ 14 જૂનના રોજ કર્મચારીઓ રાજયના મુખ્યમંત્રી, કેબિનેટ કક્ષાના વાહનવ્યવહારમંત્રી,  રાજયકક્ષાના વાહનવ્યવહાર મંત્રીને ટેક્ષ્ટ મેસેજ તેમજ ટવીટર ધ્વારા પોતાની વ્યાજબી માંગણીઓ ટવીટ શેર કરશે.

તો 15 જૂનના રોજ કર્મચારીઓ પોતાના લોહીથી મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાની વ્યથા જણાવશે અને તારીખ 17-6-2022ની મધ્યરાત્રિથી નિગમના તમામ કર્મચારી અચોક્કસ મુદત માટે માસ સી.એસ પર ઉતરશે.

શું છે એસ.ટી નિગમના કર્મચારીઓની માંગણી ?

એસટી નિગમના કર્મચારીઓએ બલ્ક ડીઝલ ઉપર વેટ નાબૂદીથી માંડીને સાતમાં પગાર પંચ મુજબના પગારધોરણમાં સુધારો કરવાની ઘણી પેન્ડિંગ માંગણીઓ પૂર્ણ કરવા માટે સરકારને જણાવ્યું છે.

નિગમના કર્મચારીઓએ જણાવ્યું હતું કે ડ્રાયવર અને કંડકટરના ગ્રેડ-પેના સુધારાની તા.૨૦–૧૦–૨૦૨૧ના રોજ સમાધાન થયેલ હોવા છતાં આજદિન સુધી તેની અમલવારી થયેલ નથી, તો તેની અમલવારી કરી કર્મચારીઓને જુન-૨૦૨૨ પેઈડ ઈન જુલાઈ-૨૦૨૨ના પગારમાં એરિયર્સ સહિત ચુકવી આપવાની અમારી માંગણી છે.

બ્લક ડીઝલ મોંઘુ પડતું હોવાથી બલ્ક ડીઝલ પરથી વેટ નાબૂદ કરવામાં આવે તેવી પણ માંગણી છે. આ સાથેની અન્ય ઘણી માંગણીઓ છે જેની ઉપર સરકારે ધ્યાન આપવું જોઈએ.

તો ફિકસ પગારના ડ્રાયવર કર્મચારીઓને અકસ્માત ફેટલ સબબ આર.ટી.ઓ. ધ્વારા લાયસન્સ જપ્ત કરવામાં આવે છે, ત્યારે તેઓને ફરજ આપવામાં આવતી નથી તો આવા કિસ્સામાં ફિ.પ.ના ડ્રાયવર કર્મચારીઓને કાયમી કર્મચારીની જેમ અન્ય ફરજ લઈ પગાર ચુકવવા માંગણી કરવામાં આવી છે.

પાર્ટટાઈમ, રોજમદાર, બદલી કામદાર વર્ગ-૪ના કર્મચારીઓને મળવાપાત્ર સને-૨૦૨૦–૨૧ના વર્ષના એકસપ્રેસીવા બોનસનો લાભ ચુક્વેલ નથી, તો તે એક્સપ્રેસીયા બોનસ તાત્કાલીક ચુકવી આપવા માંગણી છે.

એસ.ટી.નિગમના ફિકસ પગારના કર્મચારીઓને રાજય સરકારના ધારાધોરણ મુજબ સુધારેલ પગાર ધોરણ રૂ.૧૯૯૫નો લાભ મળેલ નથી, તો સરકારના સુધારેલ પગાર ધોરણનો લાભ નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને જે તે તારીખથી ગણી જુન-ર૦રર પેઈડ ઈન જુલાઈ-૨૦૨૨ના પગારમાં એરિયર્સ સાથે ચુકવી આપવા માંગણી  કરી છે.

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">