અમદાવાદમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર આવશે પ્રતિબંધ, જાણો શા માટે લેવાયો આ નિર્ણય

અમદાવાદમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર આવશે પ્રતિબંધ, જાણો શા માટે લેવાયો આ નિર્ણય
Single use plastic

જાહેર સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ના થાય એ માટેની જવાબદારી ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે.

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

May 25, 2022 | 5:55 PM

અમદાવાદ (Ahmedabad) માં સિંગલ યુઝ પ્લાસ્ટિક (Single use plastic) પર સંપૂર્ણ પ્રતિબંધ આવી રહ્યો છે. આ સાથે 75 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકના વેચાણ કરતા એકમો પર પાલિકાની ટીમે તવાઈ બોલાવવાનું શરૂ કરી દીધું છે. પ્લાસ્ટિકના વપરાશને નિયંત્રણમાં લાવવા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે (Ahmedabad Municipal Commissioner)  એક મોટો નિર્ણય કર્યો છે. જાહેર સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ના થાય એ માટેની જવાબદારી ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે. અમદાવાદની ખાણીપીણીની દુકાનો, ગિફ્ટ આર્ટીકલ તેમજ ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનું વેચાણ કરતી દુકાનો પર મનપાની સોલિડ વેસ્ટ વિભાગની ટીમે તપાસ હાથ ધરી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો. શહેરમાં ખાસ કરીને ખાણીપીણી માર્કેટ, શાકભાજી માર્કેટ સહિત અન્ય અનેક વિસ્તારમાં આવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ બેરોકટોક થતો જોવા મળી રહ્યો છે તેને નિયંત્રણમાં લેવા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પ્રતિબંધ મુકવા પાછળનું કારણ એ છે કે સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિક હેલ્થ માટે હાનિકારક છે. આવા પ્લાસ્ટિક ગરમ વસ્તુઓમાં ભળીને શરીરમાં જાય છે, જેને કારણે બીમારીઓ વધી રહી છે. ત્યારે એ પણ જાણી લો કે હવે 31મી ડિસેમ્બર 2022 બાદ અમદાવાદમાં 120 માઇક્રોનથી પાતળી કેરીબેગનો પણ ઉપયોગ નહિ કરી શકાય. આ પ્લાસ્ટિકની કેરીબેગના વેચાણ, ઉપયોગ, સંગ્રહ અને ઉત્પાદન સામે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ગૂંથાયેલી ન હોય તેવી કેરીબેગ પણ 60 ગ્રામ પ્રતિ. ચોરસ મીટરથી ઓછી ન હોવી જોઇએ તેવી સ્પષ્ટ જોગવાઇ થઇ છે.

શું છે સિંગલ યુઝ પ્લાસ્ટિક?

 • સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે એક જ વાર ઉપયોગ
 • આપણે એક જ વખત ઉપયોગ કરી ફેંકી દઈએ છીએ
 • જે ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકના નામથી પણ ઓળખાય છે
 • તેમાં પ્લાસ્ટિક બેગ, પ્લાસ્ટિકની બોટલ, કપ, પ્લેટ્સ
 • ફુડ પેકિંગમાં ઉપયોગમાં લેવાતું પ્લાસ્ટિક
 • ગિફ્ટ રેપર્સ અને કોફીના ડિસ્પોઝેબલ કપ્સનો સમાવેશ

1 જૂલાઈથી કઈ વસ્તુ પર ક્યાં-ક્યાં પ્રતિબંધ?

 • સિંગલ યુઝ પ્લાસ્ટિક પર નિયંત્રણ
 • AMC હસ્તકની જગ્યાઓ પર પ્રતિબંધ
 • સામાજીક મેળાવડાઓ, ધાર્મિક કાર્યક્રમો, લગ્ન પ્રસંગો
 • જાહેર મિટિંગો, મનપાના કાર્યક્રમોમાં પ્રતિબંધ
 • ઈયર બડના પ્લાસ્ટિક, સ્ટિક,બલુન સ્ટિક
 • પ્લાસ્ટિક ઝંડા, કેન્ડી સ્ટિક, આઈસ્ક્રીમની ચમચી
 • થર્મોકોલનું ડેકોરેશન, પ્લેટ-કપ, ગ્લાસ, સ્ટ્રો, ટ્રે
 • 100 માઇક્રોન કરતા પાતળા પીવીસી બેનર પર પ્રતિબંધ

સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કોણ કરે છે?

 • ભારતમાં સિંગલ પ્લાસ્ટિક યુઝ કરવામાં ઈ-કોમર્સ કંપનીઓ સૌથી આગળ
 • વાર્ષિક 40 ટકા પ્લાસ્ટિકનો ઉપયોગ ઈ-કોમર્સ સેક્ટરમાં
 • સસ્તી સ્માર્ટફોન કંપનીઓ સહિત ઈ-કોમર્સ કંપનીઓ
 • ગ્રાહકને પ્રોડક્ટની ડિલીવરીમાં મોટાભાગે પ્લાસ્ટિકનો વપરાશ
 • પ્લાસ્ટિકના ઓછા ઉપયોગની એમેઝોન-ફ્લિપકાર્ટ જેવી કંપનીઓની પહેલ

સિંગલ યુઝ પ્લાસ્ટિકથી નુકસાન?

 • ફેંકી દેવાયેલું નકામું પ્લાસ્ટિક માટી અને પાણી બન્નેને પ્રદુષિત કરે છે
 • પ્રાણીઓ અને માનવીના શરીરને પણ નુકસાન પહોંચી રહ્યું છે
 • દરરોજ 11 લાખ જેટલા સમુદ્રી પક્ષીઓ અને જાનવરોના પ્લાસ્ટિકને કારણે મૃત્યુ
 • 90 ટકા પક્ષીઓ અને માછલીઓના પેટમાં પ્લાસ્ટિક જોવા મળ્યુ
 • પ્લાસ્ટિક નાના-નાના ટુકડામાં તૂટીને સમુદ્રની અંદર રહે છે
 • સમુદ્ર અંદર ભોજનની તલાશમાં રહેલા જળચરો બને છે ભોગ
 • માછલી અને બીજા સમુદ્રી જીવો ભૂલથી આ પ્લાસ્ટિક ખાઈ જાય છે
 • 700 જેટલા સમુદ્રી જીવો પ્લાસ્ટિકના પ્રદૂષણને કારણે લુપ્ત થવાની અણીએ
 • ફક્ત જાનવરોને જ નહીં માણસો પણ બને છે પ્લાસ્ટિકના ભોગ
 • એક વ્યક્તિ દર વર્ષે સરેરાશ 70,000 માઈક્રોપ્લાસ્ટિકનું સેવન કરે છ

સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વિકલ્પ શું છે?

 • પ્લાસ્ટિક સ્ટ્રોની જગ્યાએ પેપરની સ્ટ્રોનો ઉપયોગ કરો
 • અથવા તો સ્ટ્રોનો ઉપયોગ જ બંધ કરી દો
 • પાણી પ્લાસ્ટિકની બોટલમાં પીવાનું ટાળો
 • તેને બદલે કાચ, ધાતુ, કૉપર અને સિરામિકની બૉટલમાં પીઓ
 • પ્લાસ્ટિકના બદલે બીજી વાર ઉપયોગ કરી શકાય એવા કપ સાથે રાખો
 • પેપરના કપનો ઉપયોગ કરી શકો
 • પ્લાસ્ટિકના બદલે જ્યુટની થેલી કે કાગળની થેલીનો ઉપયોગ કરો
 • પ્લાસ્ટિકના ચપ્પા, ચમચી વગેરેને બદલે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરો
 • માર્કેટમાં લાકડાની ચમચી પણ મળે છે તેનો ઉપયોગ કરી શકો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati