
અમદાવાદના શેલામાં આવેલ શાંતિ એશિયાટિક સ્કૂલમાં પ્રાયમરી ક્લાસના વિધ્યાર્થીઓ માટે પાંચ દિવસીય વાર્ષિક કાર્યક્રમ જુનિયર “પ્રભાત” નો આરંભ થયો છે, જેમાં ધોરણ એક થી ધોરણ પાંચના લગભગ બે હજારથી વધુ વિધ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે, જ્યારે આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં પેરેન્ટસ પણ હાજરી આપી રહ્યા છે.
“પ્રભાત” જુનિયરમાં યોગ, નાટક, સ્વરક્ષણ જેવી પરંપરાગત તેમજ લીડર્સ ઈન મી, કુકરી, જીકે, ટેક્નોવિઝાર્ડ જેવી સર્જનાત્મક અને શૈક્ષણિક વિષયોને આવરી લેતી 14 જેટલી આંતરિક સ્ટુડન્ટસ ક્લબ્સ ભાગ લઈ રહી છે.
આ કાર્યક્રમ અંતર્ગત જુનિયર વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃત્તિઓ અને મોડેલો દ્વારા ઉત્સાહપૂર્વક તેમની પ્રતિભા દર્શાવી રહ્યા છે, જ્યારે પેરેન્ટસ અને અન્ય મુલાકાતીઓ જુનિયર વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શિત સર્જનાત્મકતા, પ્રયાસ અને આત્મવિશ્વાસની પ્રશંસા કરી રહ્યા છે.
જીકે ક્લબના વિધ્યાર્થીઓ દ્વારા ‘અવર હેરિટેજ એન્ડ ધેર વર્લ્ડ પેરેલલ્સ’ થીમ આધારિત મોડેલ્સ કે જેમાં ભારતના ગેટ વે ઓફ ઇન્ડિયા, હવા મહેલ, ચાર મિનાર જેવી સાત ઐતિહાસિક ઈમારતો અને તેના પરથી પ્રેરીત થઈ વિશ્વના અન્ય દેશોમાં બનાવવામાં આવેલી ઈમારતોના મોડેલ્સ અને ચિત્રો રજુ કરવામાં આવ્યા હતા જે મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા