Rathyatra 2022: અમદાવાદમાં ભક્તોનો સાગર ઉમટ્યો, પ્રભુ જગન્નાથની રથયાત્રાનો આકાશી નજારો જૂઓ ડ્રોન કેમેરાની આંખે
બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રા (Rathyatra 2022) નીકળતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રાનો શુભારંભ થઈ ચુક્યો છે, ત્યારે ટૂંક સમયમાં ભગવાન જગન્નાથ મોસાળ સરસપુરમાં પહોંચશે.
Jul 01, 2022 | 1:41 PM
TV9 GUJARATI | Edited By: Meera Kansagara
Jul 01, 2022 | 1:41 PM
બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ હાલ નગરચર્ચાએ નીકળ્યા છે. જગન્નાથની રથયાત્રા થોડી વારમાં પાંચ કુવા વિસ્તાર પહોંચશે.
ડ્રોનથી લીધેલા ફોટા જાણે એવા લાગી રહ્યા છે કે કોઈએ જમીન પર સુંદર રંગોળી પુરી દીધી હોય.
ભક્તો આ રથયાત્રાનો પુરેપુરો લાભ ઉઠાવી રહ્યા છે. ડ્રોનથી લીધેલી તસ્વીર કંઈક અલગ જ લાગી રહી છે.
અમદાવાદની સાંકડી ગલીઓ આનંદના હિલોળે ચડેલી જોવા મળી રહી છે.
મંદિર પરિસર પણ ડ્રોનની આંખે અદભૂત લાગી રહ્યું છે.