Ahmedabad ના ગ્રામ્ય વિસ્તારમાં માત્ર ઇકો ગાડીના સાઇલેન્સર ચોરતી ગેંગ ઝડપાઇ

અમદાવાદ (Ahmedabad)ગ્રામ્ય વિસ્તારમાં ઈકો ગાડીના સાઈલેન્સરની ચોરી(Theft)કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. જેમાં આરોપીએ પુછપરછમાં 20 જેટલા ગુનાની કબુલાત કરી છે. તેમજ પોલીસે 3 સાઈલેન્સર સાથે 2 આરોપીની ધરપકડ કરી છે.

Ahmedabad ના ગ્રામ્ય વિસ્તારમાં માત્ર ઇકો ગાડીના સાઇલેન્સર ચોરતી ગેંગ ઝડપાઇ
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં માત્ર ઇકો ગાડીના સાઇલેન્સર ચોરતી ગેંગ ઝડપાઇ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jun 06, 2021 | 8:14 PM

અમદાવાદ (Ahmedabad)ગ્રામ્ય વિસ્તારમાં ઈકો ગાડીના સાઈલેન્સરની ચોરી(Theft)કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. જેમાં આરોપીએ પુછપરછમાં 20 જેટલા ગુનાની કબુલાત કરી છે. તેમજ પોલીસે 3 સાઈલેન્સર સાથે 2 આરોપીની ધરપકડ કરી છે.

આરોપીની પુછપરછમાં 20 થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો

અમદાવાદ (Ahmedabad)ગ્રામ્ય એલસીબી પોલીસે બે આરોપાી મુનાફ ઉર્ફે ડોસો વોરા અને તોફિક ઉર્ફે અબ્બા પીંજારાનેઈકો ગાડીના સાઈલેન્સરની ચોરી(Theft)ના કેસમાં ઝડપ્યા છે. આ આરોપીઓની સાણંદ બાવળા રોડ પરથી ઈક્કો ગાડીના 3 સાઈલેન્સર સાથે ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી પાસેથી પોલીસે ગાડી અને સાઈલેન્સર મળી 1 લાખ 15 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ આરોપીની પુછપરછમાં 20 થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

જેમા સાણંદ, અસલાલી, કલોલ, કડી ,બારેજા અને કઠલાલ સહિતના વિસ્તારો પાર્ક કરેલ ગાડીઓમાં સાઈલેન્સર ચોરી કરી ગુનાનો અંજામ આપતાં હતા.

પ્લેટીનિયમ માટી વેચાણ કર્યા બાદ તે સાઈલેન્સર બીજી ગાડીમાં લગાવી દેતા

આ આરોપીની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો આરોપીઓ એક સાઈલેન્સર ચોર્યા બાદ તેમાથી 10 હજાર રૂપિયે કિલોના ભાવે વેચાતુ પ્લેટીનિયમ માટી વેચાણ કર્યા બાદ તે સાઈલેન્સર બીજી ગાડીમાં લગાવી દેતા. તેમજ અન્ય ગાડીના સાઈલેન્સરની ચોરી(Theft)કરતા મુખ્ય આરોપી તોફિક અગાઉ પણ 24 જેટલા ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. પરંતુ જેલમાંથી બહાર આવી નવી ગેંગ બનાવી ફરી એક વખત ચોરીને અંજામ આપતો હતો. આ આરોપીએ છેલ્લા એક જ વર્ષમાં 20 કરતા વધુ ગુનાને અંજામ આપ્યા હોવાનુ સામે આવ્યુ છે.

કિમતી ધાતુ માટે થતા સાઈલેન્સર ચોરીની ઘટના અટકી નથી

મહત્વનુ છે કે માત્ર અમદાવાદ(Ahmedabad)ગ્રામ્ય અને ગાંધીનગર વિસ્તાર નહીં પરંતુ અમદાવાદ શહેરમા પણ સાઈલેન્સર ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. આ અગાઉ પણ સરખેજ પોલીસે એક ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી હતી જેનું રાજસ્થાન કનેકશન ખુલ્લુ પડ્યું હતુ.તેમ છતા કિમતી ધાતુ માટે થતા સાઈલેન્સર ચોરીની ઘટના અટકી નથી ત્યારે પોલીસે આ સાઈલેન્સર ચોરીને અટકાવામાં ક્યારે સફળ થશે તે જોવુ રહ્યુ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">