અમદાવાદ એરપોર્ટ પર અદાણીએ કર્યો તોતીંગ ભાવવધારો, 1 એપ્રિલથી નવા પાર્કિગ ચાર્જનો અમલ  

આવતીકાલ સવારથી એટલે કે 1લી એપ્રિલથી અદાણી સંચાલિત અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર પાર્કિંગ ચાર્જના (Parking Charge) ભાવમાં વધારો લાગૂ થઈ જશે.

| Updated on: Mar 31, 2021 | 11:51 PM

આવતીકાલ સવારથી એટલે કે 1લી એપ્રિલથી અદાણી સંચાલિત અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર પાર્કિંગ ચાર્જના (Parking Charge) ભાવમાં વધારો લાગૂ થઈ જશે. અમદાવાદ એરપોર્ટ પર 1લી એપ્રિલથી વાહનોના પાર્કિગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ડ પર હવે પહેલા અડધો કલાક કાર પાર્કનો ચાર્જ રૂપિયા 80થી વધારીને 90 રૂપિયા કર્યો છે. અગાઉ 2 કલાક કાર પાર્ક કરવાનો ચાર્જ રૂપિયા 80 વસૂલવામાં આવતો હતો, ત્યારે હવે 30 મિનિટ માટે જનતાએ 90 રૂપિયા ચૂકવવા પડશે.

આમ, કાર પાર્કનો સમય ચોથા ભાગનો કરી દેવામાં આવ્યો છે અને તેમાં રૂપિયા 10નો વધારો કરવામાં આવ્યો છે. આ સ્થિતિ જોતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે કોરોના વાઈરસની આ સ્થિતિમાં અચાનક તોતિંગ ભાવવધારો કરવો યોગ્ય નથી. પાર્કિગના નવા ચાર્જ મુજબ પ્રાઈવેટ કારને પ્રથમ 30 મિનિટ પાર્ક માટે રૂપિયા 90 અને 2 કલાક પાર્ક કરવા માટે 150 રૂપિયા ચૂક્વવા પડશે, ત્યારે કોમર્શિયલ કાર માટે પણ પાર્કિગનો આ ચાર્જ લાગુ પડશે.

જ્યારે ટુ-વ્હીલરને પ્રથમ 30 મિનિટ પાર્ક કરવા માટે રૂપિયા 30 ચાર્જ ચૂકવવો પડશે અને 2 કલાક સુધી પાર્ક કરવા માટે રૂપિયા 80 ચૂક્વવા પડશે. કોચ-બસને પ્રથમ 30 મિનિટ પાર્ક કરવા રૂપિયા 500 અને 2 કલાક સુધી પાર્ક કરવા માટે રૂપિયા 800 આપવા પડશે. ત્યારે ટેમ્પો-મિનિ બસને 30 મિનિટ પાર્ક કરવા રૂપિયા 300 અને 2 કલાક સુધી પાર્ક કરવા માટે રૂપિયા 500 ચૂક્વવા પડશે.

આ પણ વાંચો: PPF, NSC, KVP અને સુકન્યા સમૃદ્ધિ જેવી નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં સરકારે કર્યો ઘટાડો

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">