Gujarat માં રેકોર્ડ બ્રેક રસીકરણ, રાજ્યની 81 ટકા વસ્તીને પ્રથમ ડોઝ લાગ્યો

ગુજરાતમાં કરવામાં આવેલા મેગા વેકસિનેશનના પગલે રાજ્યમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 3.96 કરોડ થઈ છે. તેમજ રાજ્યની ૮૧ ટકા વસ્તીને કોરોનાનો પ્રથમ ડોઝ લાગી ચૂકયો છે

Gujarat માં રેકોર્ડ બ્રેક રસીકરણ, રાજ્યની 81 ટકા વસ્તીને પ્રથમ ડોઝ લાગ્યો
Record-break Corona vaccination in Gujarat 81 percent of Eligible state population Get first dose
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 1:58 PM

ગુજરાત(Gujarat) માં કોરોના રસીકરણને(Vaccination) લઈને વધુ એક સિધ્ધી સામે આવી છે. જેમાં રાજ્યના ૧૭ સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી(PM Modi)ના જન્મ દિવસે કરવામાં આવેલા મેગા વેકસિનેશનના પગલે રાજ્યમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 3.96 કરોડ થઈ છે. તેમજ રાજ્યની ૮૧ ટકા વસ્તીને કોરોનાનો પ્રથમ ડોઝ લાગી ચૂકયો છે.

જેમાં રાજ્યમાં અત્યાર સુધી કરવામાં આવેલા રસીકરણની વાત કરીએ તો કુલ 5.57  કરોડ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 3.96 કરોડ લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જયારે 1.96 કરોડ લોકોને કોરોનાનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

તેમજ રાજ્યમાં અત્યારે રસી લેવા પાત્ર 96 લાખ લોકોએ હજુ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો નથી. આ દરમ્યાન શુક્રવારે એક જ દિવસમાં  ઐતિહાસિક 22.15 લાખ લોકોનું રસીકરણ થયું હતું.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

પીએમ મોદીના જન્મ દિવસે દેશભરમાં રસીકરણ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં એક અંદાજ મુજબ, દર સેકંડે 35થી 40 વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી.  આ પૂર્વે  31મી ઓગષ્ટના રોજ એક જ દિવસમાં 8.95 લાખ રસીકરણ કરવામાં આવ્યું હતું. અંદાજે 7 હજારથી વધારે ગામોમાં 100 ટકાને પહેલો ડોઝ મળી ગયો છે.

રાજ્યમાં યોજાયેલા રસીકરણ અભિયાનમાં સૌથી વધુ સુરત શહેરમાં 2,02,421 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જો સુરત જિલ્લાની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં 74,700 નાગરીકોએ કોરોના રસી લીધી છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે.

સુરત બાદ સૌથી વધુ રસીકરણ અમદાવાદમાં થયું છે. અમદાવાદ શહેરમાં 1,50,096 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં 81,543 નાગરીકોએ કોરોના રસી લીધી હતી

રાજયવ્યાપી વેક્સિનેશન મેગા ડ્રાઈવમાં 17 સપ્ટેમ્બરના રાત્રીના 10.00 વાગ્યા સુધીમાં 22.15 લાખથી વધુ નાગરિકોને રસીથી સુરક્ષિત કરવામાં આવ્યાં છે. રાજ્યમાં મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે વેક્સિનેશન મેગા ડ્રાઈવ યોજાઈ હતી. રાજ્યવ્યાપી આ રસીકરણનો શુભારંભ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતેથી અને આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે સિક્કા, જામનગર ખાતેથી કરાવ્યો હતો.

રાજ્ય સરકારની આ ઝુંબેશને નાગરિકોના અદમ્ય ઉત્સાહથી સારો પ્રતિસાદ સાંપડ્યો છે.વેક્સિનેશન મેગા ડ્રાઈવના અસરકારક અમલીકરણ માટે આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ દ્વારા સતત કામગીરી કરી આ મેગા ડ્રાઈવને સફળ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarat માં તહેવારો પૂર્વે ખાદ્યતેલના ભાવમાં વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ

આ પણ વાંચો : Gandhinagar : કૃષિમંત્રી રાઘવજી પટેલ વિધિવત રીતે સંભાળશે મંત્રાલયનો ચાર્જ 

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">